મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદી મોહલ જામ્યો છે. અનેક જગ્યાએ ખૂબ જ સુંદર પ્રકૃતિના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દર વખતે ચોમાસામાં વરસાદ બાદ પ્રકૃતિના સૌંદર્યના દર્શન કરવા તેમજ ફોટ મહાદેવ પાસે આવેલ નદીમાં નાહવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ નખત્રાણાથી 15 કિલોમીટર દૂર આવેલ ફોટ મહાદેવના ધોધમાં સાંજે ફરવા આવેલા ત્રણ યુવકો નાહવા પડ્યા હતા. આ દરમિયાન ધોધના પ્રવાહમાં ત્રણેય યુવાનો લાગ્યા હતા. આ યુવાનોની ચીચીયારી સાંભળીને સ્થાનિક લોકો ધોધ પાસે પહોંચી આવ્યા હતા.
ત્યારબાદ સ્થાનિક લોકોએ ધોધમાર ડૂબી રહેલા બે યુવાનોને બચાવી લીધા હતા. પરંતુ એક યુવાન ઊંડા પાણીમાં લાપતા થઈ ગયું હતું. ત્યારબાદ મોડી સાંજ સુધી પાણીમાં યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ગુમ થયેલા યુવાનનું મૃતદેહ મળી આવતા ભારે ચકચાર બચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર નખત્રાણા તાલુકાના સાંગનારા ગામના યુવાને લાખા ભીખા રબારી, રામા ખેંરગા રબારી અને મનીશ કમા રબારી નામના ત્રણ યુવાનો ધોધમાં નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાન ત્રણેય યુવાનો ધોધના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મનીષ ઉપરાંત રામને બચાવી લીધા હતા.
પરંતુ લાખા નામનો યુવાન ઊંડા પાણીમાં લાવતા બની ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઉપરાંત ભુજથી ફાયર બ્રિગેડ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ યુવાનની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.
મોડી રાત્રે લાખા નામના યુવાનનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રવિવારની રજા મૃત્યુની સજા બની ગઈ છે. લાખાના મૃત્યુના કારણે સમગ્ર રબારી સમાજમાં પણ માતમ છવાઈ ગયો છે. આ ઘટના બનતા જ સમગ્ર તાલુકા માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment