બે યુવકોએ પત્નીની નજર સામે પતિ પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો, જાણો શા માટે પતિનો જીવ લેવામાં આવ્યો – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 12:24 pm, Mon, 18 July 22

સમગ્ર દેશભરમાં જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં નાની-નાની બાબતમાં જીવ લેવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. બે બાઈક સવાર યુવકોએ એક યુવક પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર બે બાઈક સવાર યુવકો દુકાન પર આવ્યા હતા અને તેઓ માચીસ મંગાવાનું નાટક કરે છે.

ત્યારે યુવક માચીસ આપવા નજીક આવે છે, ત્યારે બંને યુવકોમાંથી એક યુવક પિસ્તોલ કાઢીને તે યુવક પર ગોળી ચલાવી દે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર યુવક પર ગોળી ચલાવીને આરોપીઓ ઘટના સ્થળેથી બાઈક લઈને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ છોટાન સાહ છે અને તેની ઉંમર 40 વર્ષની છે.

તેની પત્નીએ જણાવ્યું કે, એક દિવસ પહેલા દુકાનમાં દારૂ ન પીવાની બાબત પર એક વ્યક્તિ સાથે મારા પતિનો ઝગડો થયો હતો. આ સમગ્ર ઘટના બની આ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી ભીમા નામના યુવકની ધડ પકડ કરી છે.

મળતી માહિતી અનુસાર છોટન નામનો યુવક તેની પત્ની સાથેએ રીક્ષા ચાર્જિંગ પોઇન્ટની દુકાન પર બેઠો હતો. આ દરમિયાન બાઇક પર સવાર બે આરોપી યુવકો દુકાન પર આવ્યા હતા. ત યુવકોએ માચીસની માંગણી કરી હતી. તેથી છોટન તેને માચીસ આપવા માટે જાય છે. ત્યારે બાઈક સવાર બંને યુવકો માંથી એક યુવક પિસ્તોલ કાઢે છે અને છોટન પર ગોળી ચલાવી દે છે.

આ ઘટના શનિવારના રોજ બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ છોટનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે રવિવારના રોજ સારવાર દરમિયાન છોટનનું કરુણ મૃત્યુ થયું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને બીજા આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે યુવકોએ પત્નીની નજર સામે પતિ પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો, જાણો શા માટે પતિનો જીવ લેવામાં આવ્યો – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*