વડોદરામાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ રેસીડેન્સી હોટલની નીકમાં ડૂબી જવાના કારણે 3 વર્ષના માસુમ બાળકનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ બની હતી.
સમગ્ર ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ન્યુ અલકાપુરી ગંગોત્રી એડવાઈટ સોસાયટી ખાતે રહેતા અને મૂળ ઝારખંડના પાથરડી ગામના વતની સુમિતકુમાર રોય અલકાપુરી bank of baroda ની શાખામાં ઓફિસર છે.
થોડાક દિવસ પહેલા તેમના 3 વર્ષના દીકરા રેયાંશનું હોટલના પાર્ટી પ્લોટ માં આવેલી ટાંકીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારના રોજ સાંજના સમયે બની હતી. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. બાળકનું મૃત્યુ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર હોટલમાં ફુવારાના પાણીના નિકાલ માટે બનાવેલી નીકમાં ડૂબી જવાના કારણે રેયાંશનું મૃત્યુ થયું હતું. શ્રેયાંશનો મોટો ભાઈ નવરચના સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેની સાથે અભ્યાસ કરતી છોકરીની વર્ષગાંઠા હોવાથી રેયાંશ પોતાની માતા અને ભાઈ સાથે અલકાપુરી એક્સપ્રેસ હોટલમાં પાર્ટીમાં ગયો હતો.
લોન અને વચ્ચે ત્રણ ફૂટની પાણીની નીક હતી. આ નીકળી અંદર બે ફૂટ પાણી ભરાયેલું હતું. ત્યારે હોટલમાં રેયાંશ પાણીની નીક માં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. પાર્ટીમાં રેયાંશ દેખાતો ન હોવાના કારણે માતાએ તેની શોધખો શરૂ કરી હતી. પરંતુ રેયાંશ નો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ખબર પડી કે રેયાંશ પાણીની પાસે જતો જોવા મળ્યો હતો.
જન્મદિવસમાં હોટલમાં ગયેલા 3 વર્ષના બાળકનું કેક કાપે તે પહેલા મૃત્યુ, હોટલમાં અચાનક બાળક ગુમ થઈ ગયો અને પછી બન્યું કંઈક એવું કે…જુઓ ઘટનાના CCTV ફૂટેજ pic.twitter.com/LqzcBCq46K
— GUJJU ROCKZ (@gujju_rockz) October 18, 2022
જ્યારે હોટલનો સ્ટાફ અને રેયાંશનો પરિવાર નિક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં તેનું મૃતદેહ પડેલું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની તપાસ બાદ હોટલ સંચાલકો સામે બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment