28 વર્ષના જુવાનજોધ દીકરાનું બ્રેઈન ડેડ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો… સોલંકી પરિવાર અંગદાન કરીને 6 લોકોને નવજીવન આપ્યું…

Published on: 7:41 pm, Fri, 9 June 23

Patan organ donation: આજકાલ સોશિયલ મીડિયા પર અંગદાનની(organ donation) ઘટનાઓના કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અકસ્માતને કારણે બ્રેઈનડેડ(brain dead) થયેલા પાટણના(Patan) યુવકનું અંગદાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બે દિવસ બાદ ડોક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા, મળતી માહિતી પ્રમાણે પાટણના 28 વર્ષીય યુવાન મહેશભાઈ સોલંકી ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દાખલ કરાયાના બે દિવસ બાદ મહેશભાઈને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. મહેશભાઈ ના પરિવારને સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા અમર કક્ષમાં કાઉન્સેલિંગ દ્વારા અંગદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું અને તેમનો એક નિર્ણય અનેક લોકોની જિંદગી બચાવી શકે તે વિશે સમજાવવામાં આવ્યું.

મહેશભાઈ ના પત્ની અને પરિવારજનોએ અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવાના હિતાર્થે અંગદાન માટે સહમતિ દર્શાવી હતી. આ રીતે પરિવારે સંમતિ આપતા મહેશભાઈના અંગોનું દાન મેળવવા માટેની કામગીરી કરવામાં આવી. આઠથી દસ કલાક સુધી ચાલેલી ઓર્ગન રીટ્રાઈવલની પ્રક્રિયા બાદ અંગદાનમાં સૌથી મહત્વનું અને દુર્લભ કહી શકાય તેવું હૃદય સહિત લીવર, બે કિડની અને બે આંખો નું દાન મળ્યું હતું.

મળેલા અંગોમાંથી હૃદય યુ.એન.મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે, લીવર અને કિડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અને આખો એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થાલ્મોનોલોજી, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવી. જેમાંથી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન મળશે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના અંગદાન મહાયજ્ઞ અંતર્ગત આ અંગે 114 મુ અંગદાન મળ્યું છે. અત્યાર સુધી મળેલા કુલ 368 જેટલા અંગો દ્વારા 344 જેટલા દર્દીઓની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. અંગદાન માટે સમાજમાં ઉત્તરોતર જાગૃતિ વધતી રહે અને આ જ રીતે વધુને વધુ જરૂરીયાત મંદ દર્દીઓને જિંદગી બચાવી શકાય તે માટે સિવિલ મેડિસિટ સતત પ્રયત્નશીલ છે.

હાર્ટ ફેલ્યોર, કાર્ડિયોમાયોપેથી, કોરોનરી આર્ટરી ડીસીઝ, હૃદયના વાલ્વ સંબંધીત બીમારીઓ, જન્મજાત હૃદય સંબંધિત બીમારીઓ, અગાઉના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ ખામી સર્જાઈ હોય તેવા કિસ્સાઓમાં જરૂર પડી શકે છે. બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન થઈ શકે, લિવિંગ ડોનર, 18 વર્ષથી વધુ વયની જીવિત વ્યક્તિ શરીરના અમુક અંગોનું દાન કરી શકે છે. જેમકે બોનમેરો, કિડનીનું દાન કરી શકાય.એચ.આઇ.વી., એઇડ્સ, કેન્સર, ફેફસા કે હૃદય સંબંધિત બીમારીઓ કે અન્ય કોઈ લાંબી બીમારીઓ ધરાવતી વ્યક્તિ અંગદાન ન કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "28 વર્ષના જુવાનજોધ દીકરાનું બ્રેઈન ડેડ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો… સોલંકી પરિવાર અંગદાન કરીને 6 લોકોને નવજીવન આપ્યું…"

Leave a comment

Your email address will not be published.


*