બાઇક પર જઈ રહેલા બે યુવકોને રસ્તામાં નડ્યો અકસ્માત, JCBની નીચે આવી જતાં 21 વર્ષિય યુવકનું મૃત્યુ – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ…

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જતા એક બાઈક ચાલકે રસ્તા પર જઈ રહેલા એક યુવકને જબરજસ્ત લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવક ઉછાળીને JCBની નીચે આવી ગયો હતો. આ ઘટનામાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના મિત્રને ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ JCB ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો આ સ્થળે એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પિતા રડી પડ્યા હતા.  અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના પાલીમાં બની હતી. અકસ્માતની ઘટનામાં પાલીના ઇન્દ્ર કોલોનીમાં રહેતા જીતુ નામના એક 21 વર્ષીય યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. જીતુ પોતાના મિત્ર સુંદર સાથે બાઈક પર કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં કેસર હોટેલ પાસે તેમને રસ્તામાં પગપાળા જઈ રહેલા એક યુવકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર જીતુ અને બીજી બાજુથી આવી રહેલા JCBની નીચે આવી ગયો હતો.  JCBની નીચે આવી જવાના કારણે જીતુનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

જ્યારે તેનો મિત્ર સુંદર ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં પડી ભાંગ્યા હતા. આજરોજ પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*