લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગયો : લગ્નમંડપથી 8 કિલોમીટર દૂર જાનૈયાઓને રસ્તામાં નડ્યો અકસ્માત, 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા…

Published on: 1:05 pm, Tue, 7 June 22

સોમવારના રોજ મોડી રાત્રે બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના બાડમેરમાં બની હતી. પરિવારના 9 લોકો એક જ કારમાં સવાર થઈને જાનમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 8 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના લગ્નમંડપથી માત્ર 8 કિલોમીટર દૂર બની હતી.

અકસ્માતના કારણે લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર બોલેરો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો કારમાં સવાર તમામ લોકો કારની અંદર ફસાઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અડધો કલાકની ભારે જહેમત બાદ કારની અંદરથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય પૂનમારામ, 12 વર્ષીય મનીષ, 5 વર્ષીય પ્રિન્સ, 38 વર્ષીય ભગીરથ રામ, 48 વર્ષે પોકારરામ, 35 વર્ષીય માંગીલાલ, 28 વર્ષીય પ્રેમરામ અને 40 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ બુધારામનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

અકસ્માતની જાણ થતાં જ મૃતકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આ અકસ્માતની ઘટનામાં મૃતક પૂનમ રામ અને મનીષ પિતા પુત્ર હતા. આ ઉપરાંત મૃતકની માંગીલાલ અને પ્રિન્સ પણ પિતા પુત્ર હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગયો : લગ્નમંડપથી 8 કિલોમીટર દૂર જાનૈયાઓને રસ્તામાં નડ્યો અકસ્માત, 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*