હાલમાં રાજસ્થાનના(Rajasthan) અલવરમાં(Alwar) બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 20 વર્ષના યુવકનું સ્વિમિંગ પુલમાં(Swimming pool) ડૂબી જવાના કારણે મોત થયું છે. 20 વર્ષનો યુવક સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે પડ્યો હતો. આ દરમિયાન રહસ્યમય રીતે તેનું મોત થયું હતું. સ્વિમિંગ પુલ(Swimming pool)માં ઉતર્યાના થોડાક સેકન્ડો બાદ યુવક અચાનક જ તડપવા લાગ્યો હતો અને તે અચાનક જ પાણીમાં ડૂબી ગયો હતો.
આ ઘટના બની ત્યારે દીકરાના પિતા પણ ત્યાં હાજર હતા. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને પૂલમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના અલવરના અલવલી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આવેલા સ્વિમિંગ પુલમાં મંગળવારના રોજ 8:00 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, NEBના રવિન્દ્ર ગુપ્તાનો 20 વર્ષનો દીકરો યશ ગુપ્તા છેલ્લા એક મહિનાથી સ્વિમિંગ માટે આવતો હતો. તે તેના પિતા સાથે પણ અહીં આવતો હતો.
ત્યારે મંગળવારના રોજ સવારે 8:00 વાગ્યાની આસપાસ યશ પુલમાં લગભગ ચાર ફૂટ ઊંડા પાણીમાં ડૂબા લાગ્યો હતો. થોડીક વારમાં યશ પાણીમાં ડૂબી ગયો હતો ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તેનું હૃદય પંપ કર્યું હતું. પછી યશને સારવાર માટે સોલંકી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
પિતાની નજર સામે દીકરો સ્વિમિંગ પૂલમાં 4 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી ગયો, દીકરાનું તડપી તડપીને મોત… જુઓ મોતનો LIVE વિડિયો… pic.twitter.com/ON7514V4Up
— GUJJU ROCKZ (@gujju_rockz) June 7, 2023
આ ઘટના બનતા જ યશના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. યશ MITRC કોલેજમાં B.Tech બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અચાનક જ યશ કયા કારણોસર સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો એની કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment