ગોંડલમાં લગ્નના 20 દિવસ બાદ પરિણિત યુવતી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શું છે સમગ્ર ઘટના…

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ગોંડલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. ગોંડલમાં લગ્નના 20 દિવસ બાદ એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા ગોંડલ સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ગોંડલ સિટી પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પગલું ભરનાર યુવતીનું નામ ચાંદની હાર્દિક ભાઈ પરમાર હતું. તેની ઉંમર માત્ર 24 વર્ષની હતી.

ચાંદની ગોંડલના સ્ટેશન પ્લોટ સોની સમાજની વાડીની બાજુમાં સાસરિયામાં પતિ સાથે રહેતી હતી. આજરોજ સવારે લગભગ 10.30 વાગ્યાની આસપાસ ચાંદનીએ પોતાની રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. તેથી તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

મૃત્યુ પામેલી ચાંદીના લગ્ન 19 એપ્રિલના રોજ થયા હતા. મૃત્યુ પામેલી ચાંદની ના પિતા પિયુષભાઈ ખોડિયાર નગરમાં રહે છે અને દેવપરામાં ફર્નિચરની દુકાન ચલાવે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બે મહિના પહેલા ચાંદની અને હાર્દિક નામના યુવકે કોર્ટ મેરેજ કર્યા હતા.

ત્યારબાદ ચાંદની અને હાર્દિકના પરિવારે રાજીખુશીથી બંનેના લગ્ન 19 એપ્રિલના રોજ ધામધૂમથી કર્યા હતા. 20 દિવસમાં એવું તો શું બન્યું કે ચાંદનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના બનતા જ બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ચાંદની એ શા માટે આ પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ચાંદનીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચાંદનીના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*