એક ફોટોગ્રાફરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 3:14 pm, Wed, 11 May 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે આજે એક ફોટોગ્રાફરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે કરીને આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને કરી હતી.

યુવાને કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું હજુ કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી. પરિવારના જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના સીકાર બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનનું નામ વિજય સૈની હતું. તેની ઉમર 35 વર્ષની હતી.

વિજય જયપુર રોડ પર યુનિક ડિઝાઈનર્સની સામે એક વર્ષથી ભાડાના મકાનમાં રહેતો હતો. વિજય ફોટોગ્રાફીનું કામ કરતો હતો. આજરોજ વિજય પોતાના ભાડાના મકાનમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. વિજયના મૃતદેહ નજીકથી તેનો મોબાઇલ અને આધાર કાર્ડ મળી આવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઇને વિજયના પડોશીઓએ જણાવ્યું કે, વિજય આજે સવારે પોતાના કામ પરથી ઘરે પરત ફર્યો હતો. આજે પણ વિજય લગ્નમાં ફોટોગ્રાફી માટે જવાનો હતો. વિજય સુરેશ નામના યુવક સાથે ફોટોગ્રાફીનું કામ કરતો હતો. આજે લગ્નમાં ફોટોગ્રાફી માટે જવાનું હતું.

તેથી સુરેશ વિજયને ફોન કરતો હતો. પરંતુ વિજયનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ કારણોસર સુરેશ વિજયના રૂમ પર પહોંચે છે. ત્યાં જઈને રૂમનો દરવાજો ખખડાવે છે પરંતુ વિજય રૂમનો દરવાજો ખુલતો નથી.

ત્યારબાદ સુરેશ બારીમાંથી જોવે છે ત્યારે લટકતી હાલતમાં વિજયનું મૃતદેહ દેખાય છે. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરે છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક ફોટોગ્રાફરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*