ગીર સોમનાથના કણેરી ગામમાં બે ત્રણ દિવસ પહેલા બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. અહીં ધોરણ 2માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ગામના લોકોએ જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મહાશિવરાત્રીના દિવસે સમગ્ર દેશભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી હતી. ત્યારે ગીર ગઢડાના કણેરી ગામ ગામમાં એક દુઃખદ ઘટના બની હતી. જેના કારણે આખું ગામ હિબકે ચડ્યું હતું. કારણકે શુક્રવારના રોજ બપોરના સમયે અહીં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ગામ પાસેથી પસાર થતી સોમેત નદીમાં ડૂબી ગયા હતા.
આ કારણોસર બંનેના મૃત્યુ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે કેવલ રમેશભાઈ વંશ અને નીતિન બચુભાઈ બાભણીયા બંને ધોરણ-2માં અભ્યાસ કરે છે. ચાલુ ક્લાસે બંને વિદ્યાર્થીઓ લઘુસશંકાએ જવું છે તેમ કહીને ક્લાસની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ કલાકો થઈ ગઈ છતાં પણ બંને બાળકો પરત ફર્યા નહીં.
આખરે પરિવારના લોકોએ અને ગામના લોકોએ બંને બાળકોની શોધખોળ કરી હતી આ દરમિયાન બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ગામના લોકોને કંઈક અજાગતું લાગ્યું હતું જેના કારણે તેઓ નદીના કિનારે પહોંચ્યા હતા. ત્યારે ત્યાંથી બંને બાળકોના ચંપલ મળી આવ્યા હતા.
પછી તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા. સરવૈયાઓના મદદથી બંને બાળકની શોધખોળ નદીમાં કરવામાં આવી હતી. દરમિયાન સાડા છ વાગ્યાની આસપાસ નીતિનનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. નિતીન પરિવારનો એકનો એક દીકરો હતો અને દીકરાનું મૃતદેહ મળતા જ પિતા બેભાન થઈ ગયા હતા.
અને ત્યાર પછી કેવલ નું મૃતદેહ પણ નદીમાંથી મળી આવ્યું હતું. બંને બાળકોને આમ મૃત્યુના કારણે બંનેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment