મોરબીમાં સ્કૂલના પાર્કિંગમાં 2 આખલાઓ આવ્યા બથોબથ, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 12:30 pm, Wed, 21 June 23

Morbi Bull Fight near school: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા આખલાઓના (bulls) કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે રખડતા આખલાઓના ત્રાસની વધુ એક ઘટના મોરબી શહેરમાંથી (Morbi Bull Fight near school ) સામે આવી રહે છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મોરબી શહેરના હાઉસિંગ બોર્ડમાં આવેલા ખાનગી શાળા ની સ્કૂલ બસ બાળકોને લઈને શાળાએ પહોંચી હતી. આ દરમિયાન બાળકો બસમાંથી ઉતરીને સ્કૂલમાં પ્રવેશ કરે તે પહેલા તો ત્યાં આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ થયું હતું. જેના કારણે બાળકો ખૂબ જ ડરી ગયા હતા.

આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાઉસિંગ બોર્ડમાં આવેલા જ્ઞાનપથ સ્કૂલેના ગેટ પાસે સવારના સમયે સ્કૂલ બસ પહોંચી હતી અને બાળકો બસમાંથી ઉતરીને શાળાના ગેટની અંદર એન્ટર થાય તે પહેલા તો પાર્કિંગમાં બે આખલાઓ બથોબથ આવ્યા હતા.

બંને આખલા ઝઘડો કરતાં કરતાં સ્કૂલ બસ પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન બાળકો ત્યાંથી તરત જ સાઈડમાં ખસી ગયા જેના કારણે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. આ સમગ્ર ઘટના બનતા જ બાળકોમાં ભારે ઘરનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાનો વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો તંત્રની કામગીરી સામે ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ઘટનામાં બાળકોને કંઈક થઈ ગયું હોત તો તેનો જવાબદાર કોણ હોત? સતત છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અને તેના તમે ઘણા અવારનવાર વિડિયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરબીમાં સ્કૂલના પાર્કિંગમાં 2 આખલાઓ આવ્યા બથોબથ, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*