કાવડમાં પવિત્ર જળ ભરીને જતા 2 ભાઈઓને કાર ચાલકે કચડી નાખ્યા… બંનેનું એક સાથે દર્દનાક મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં કારની ટક્કરના કારણે બે પિતરાઈ ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના પુષ્કરમાંથી સામે આવી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે બંને પિતરાઈ ભાઈઓ સોમવાર હોવાના કારણે કાવડમાં પવિત્ર જળ ભરીને પુષ્કરથી થનવાલ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં રાત્રે લગભગ 2:00 વાગ્યાની આસપાસ એક ઝડપી કાર્ય બંને પિતરાઈ ભાઈઓને જોરદાર ટક્કર લગાવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનામાં 22 વર્ષના ગણપત અને 18 વર્ષના હેમરાજ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને પોતાના વીસ સાથીદારો સાથે સોમવારના રોજ ભગવાન શિવજીના જલાભિષેક માટે કાવડ લઈને પુષ્કર આવ્યા હતા.

અહીંથી પવિત્ર પાણી ભરીને તેઓ થનવાલ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી કારે ગણપત અને હેમરાજને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બંનેનું મોત થઈ ગયું હતું.

બંનેના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ગણપતના મોતના કારણે ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*