કાકાની નજર સામે 18 વર્ષના ભત્રીજાનું અકસ્માતમાં દર્દનાક મોત… 7 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…

Published on: 12:44 pm, Fri, 20 October 23

હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રેક્ટર સવાર યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

આ ઉપરાંત ટ્રેક્ટર પર સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. મૃત્યુ પામેલા યુવકની ઓળખ સચિન તરીકે થાય છે અને તેની ઉંમર 18 વર્ષની છે. વિગતવાર વાત કરીએ તો 18 વર્ષનો સચિન તેના કાકા પ્રવીણભાઈ સાથે ટ્રેક્ટર પર સવાર થઈને ગામ તરફ જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં પાછળથી આવતા ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં સચિનનું મોત થયું હતું. જ્યારે તેના કાકા પ્રવીણભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃત્યુ પામેલો સચિન સાત બહેનોનો એકનો એક ભાઈ હતો અને તે અભ્યાસ કરતો હતો અને સાથે ખેતીમાં પણ મદદરૂપ બનતો હતો.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સચિન નું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાકાની નજર સામે 18 વર્ષના ભત્રીજાનું અકસ્માતમાં દર્દનાક મોત… 7 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*