દેશમાં છેલ્લા થોડાક સમયથી સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને અનેક રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે ત્યારે ઘણા રાજયોમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે.
પૂરના કારણે 15 લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ લાખથી પણ વધારે લોકોને આ પૂરની અસર જોવા મળી હતી. જેના કારણે હજારો લોકોએ પોતાના ઘરબાર ગુમાવ્યા છે.
આવા સમયમાં સત્તાધારી પાર્ટી TMC અને વિપક્ષ પાર્ટી ભારતીય જનતા પાર્ટી વચ્ચે પૂરને લઈને વિવાદો શરુ થઇ ગયા છે. મળતી માહિતી મુજબ ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે અન્ય કેટલા રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. બંગાળમાં આવેલું પુર નું મુખ્ય કારણ દામોદર વેલે કોર્પોરેશન ડેમમાંથી છોડવામાં આવેલ પાણી માનવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ અતિભારે વરસાદ પડ્યો છે મધ્યપ્રદેશમાં 1100 જેટલા ગામડાઓ માં વરસાદની માથી અસર જોવા મળી છે.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ગવાલિયર અને ચંબલ પ્રાંતમાંથી 1600 લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવવામાં આવ્યા છે. ત્યારે ઓડિશામાં ભારે વરસાદ સાથે વીજળીના ધડાકા થયા હતા. મળતી માહિતી મુજબ ઓરિસ્સામાં અત્યાર સુધીમાં વીજળીના કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment