મિત્રો અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા અને મૂળ આણંદ નજીક આવેલા કરમસદના વતની એવા પિનલભાઈ પટેલ ઉપર 13 દિવસ પહેલા આરોપીઓએ ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લીધો હતો. આ ઘટનામાં પીનલભાઈની પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પિનલ ભાઈનો મૃત્યુ થતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું.
ત્યારે મૃત્યુના 13 દિવસ બાદ સંતોના હાથે પિનલભાઈના અંતિમ સંસ્કાર કરાયા છે. પિનલભાઈ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો સત્સંગી પરિવાર છે. જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના હસ્તે પિનલભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે બે ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ પિનલભાઈના નશ્વરદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.જ્યાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને અન્ય ગુજરાતી સમાજના લોકો હાજર રહ્યા હતા. અંતિમવિધિ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બે કલાક સુધી સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવામાં આવ્યો હતો.
અંતિમ વિદાય વખતે પિનલભાઈના પરિવારના સભ્યો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. ત્યાર પછી ઘનશ્યામપ્રકાશદાસજી સહિતના સંતોની હાજરીમાં પિનલભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે 2003થી પિનલભાઈ અમેરિકાની એટલાન્ટા સિટીમાં રહેતા હતા. 52 વર્ષના પિનલભાઈ અહીં સ્ટોર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ત્યારે ગત 20 જાન્યુઆરી 2023ના રોજ પિનલભાઈ પોતાની પત્ની અને 17 વર્ષની દીકરી સાથે બહાર ગયા હતા. જ્યારે તેઓ ફરીને ઘરે આવ્યા ત્યારે ઘરમાં અશ્રેત ચોરો ઘુસી આવ્યા હતા. જેને જોઈને પિનલભાઈ ગો બેક ગો બેક કહીને ચોરોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન લુટેરાઓએ પિનલભાઈ, તેમની પત્ની અને દીકરી ઉપર મન ફાવે તેમ ગોળીબાર કર્યો હતો. જેમાં પિનલભાઈનું દુઃખદ નિદાન થયું હતું
પિનલભાઈ અને તેમનું પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ઘણા વર્ષોથી સંકળાયેલું સત્સંગી પરિવાર છે. પિનલભાઈનું મૃત્યુ થતા જ તેમના પરિવારજનો સંબંધીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં માતમ છવાઈ ગયો હતો. પિનલભાઈની પત્ની અને દીકરીની તબિયત હાલમાં તો સારી છે. છેલ્લા 15 વર્ષથી પિનલભાઈ પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment