ગાંધીનગરમાં મોબાઇલમાં ગેમ રમવાની બાબતમાં બાળકોનો જીવ લેવામાં આવ્યો… દરેક બાળકોના માતા-પિતા ચેતી જજો નહીંતર તમારો બાળક પણ…

Published on: 5:56 pm, Fri, 3 February 23

ગાંધીનગરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. નાની ઉંમરમાં બાળકોને ફોન આપતા વાલીઓ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. ગાંધીનગર જિલ્લાના નારદીપુરામાં મોબાઈલ ફોન પર ગેમ રમવાની બાબતમાં ઝઘડો થતાં એક બાળકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. ધારદાર વસ્તુ વડે બાળક પર પ્રહાર કરીને તેનો જીવ લેવામાં આવ્યો છે.

ઘટનાના બે દિવસ અગાઉ બાળકને તેના મિત્ર સાથે મોબાઈલ ગેમ રમવાની બાબતમાં માથાકૂટ થઇ હતી. જેની અદાવત રાખીને ત્રણથી ચાર સગીરોએ મળીને સગીર પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી સગીર હોય ધારદાર વસ્તુ વડે સગીરના ખંભા ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં સગીર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા બાળકના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે આ કેસમાં ત્રણ શંકાસ્પદ સગીરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીર જ્યારે સ્કૂલેથી આવી રહ્યો હતો. ત્યારે ત્રણ થી ચાર સગીર હોય મળીને તેના ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો હતો. આ કિસ્સો દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકની ઉંમર 15 વર્ષની હતી અને તે ધોરણ નવ માં અભ્યાસ કરતો હતો. તેની તેના મિત્રો સાથે ગેમ રમવાની બાબતને લઈને બોલા ચાલી થઈ હતી. ગુરૂવારના રોજ તેની સાથે આ ઘટના બની હતી. જાણવા મળી રહ્યું છે કે બાળકના પિતા પાણીપુરીનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં મોબાઇલમાં ગેમ રમવાની બાબતમાં બાળકોનો જીવ લેવામાં આવ્યો… દરેક બાળકોના માતા-પિતા ચેતી જજો નહીંતર તમારો બાળક પણ…"

Leave a comment

Your email address will not be published.


*