આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમને પણ નવાઈ લાગશે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ લોકો થોડા રૂપિયા કે થોડી વસ્તુઓ કોઈ પાસેથી ઉધાર લેશે ત્યારે સ્વાભાવિક છે કે ભૂલી જતા હોય છે પરંતુ આજે કંઈક અલગ જ કિસ્સો સામે આવ્યો છે.જેમાં આંધ્ર પ્રદેશના મોહન પણ આવી જ રીતે મગફળી વેચનારની લોન ભૂલી ગયા હતા.
પરંતુ તેને યાદ આવતાની સાથે જ 11 વર્ષ પછી પણ તેણે તે વ્યક્તિની લોન ખૂબ જ શાનદાર રીતે ચૂકવી જે હાલ સમગ્ર રાજ્યમાં આ કિસ્સો ગુંજી ઉઠ્યો છે. વાત જાણે એમ છે કે વર્ષ 2010 ની શરૂઆતમાં એ વર્ષે NRI મોહન તેમના પુત્ર નિર્માણની પ્રણવ અને પુત્રી સાથે આંધ્ર પ્રદેશના બીચની મુલાકાત લેવા ગયા હતા. તે દરમિયાન તેમણે રસ્તામાંથી સટાયા નામના મગફળી વેચનાર પાસેથી મગફળી ખરીદી.
જ્યારે તેણે મગફળીની ખરીદી કરી ત્યારબાદ તેને જાણ થઈ કે તે પોતાનું પાકીટ તો ઘરે ભૂલી ગયો છે. એ મગફળી વેચનાર ઉધાર દિલનું હોવાથી તેણે મોહન પાસેથી પૈસા ન લીધા અને મફતમાં જ એ મગફળી આપી દીધી, ત્યારે પૈસા ભૂલી જતા તેને વચન આપ્યું હતું કે જલ્દીથી તે પોતાની લોન ચૂકવી આપશે.
ત્યારે કંઈક આવી નાની રકમની લોન કોઈને બહુ યાદ રહેતી નથી પરંતુ આ મોહનને પણ યાદ ન હતું એ એન આર આઈ મોહન તેમના પરિવાર સાથે થોડા દિવસો બાદ યાદ આવતાની સાથે જ એ લોન ભરપાઈ કરવા માટે અમેરિકાથી પરત ફરિયા. આ 2010 માં શરૂ થયેલી વાર્તા નો અંત લગભગ 11 વર્ષ પછી સુખદ રીતે આપ્યો.
જેમાં મોહનના બાળકો નેમાની પ્રણવ અને સુચિતા ભારત પરત આવ્યા અને એ 11 વર્ષ પછી પણ એ મગફળી વાળાને ત્યાં લીધેલી ઉધાર રકમ તેમને પરત આપી ત્યારે એ તસવીરો ખૂબ જ આનંદદાયક પણ છે અને આશ્ચર્યચકિત પણ છે પરંતુ કંઈક આ લોનનો અંત કંઈક સારો જ આવ્યો. નેમાની અને સુચિતાએ વચન પૂરું કરવાની સાથે તેમના પરિવાર એ 25000 રૂપિયા તેને આપવાનું નક્કી કર્યું.
એવા માણસ તેઓ એ સટાયાને શોધવા માટે કાકીનારા શહેરના ધારાસભ્ય ચંદ્રશેખર રેડિ ની મદદ લીધી અને તેમણે શોધવાની મદદ કરી અને facebook પર એક પોસ્ટ લગાવીને તેને જલ્દીથી જલ્દી શેર કરવામાં આવ્યો હતો. એવામાં જ એ સટાયાની જાણ થતાની સાથે જ નેમાની અને સુચિતા તેમની પાસે પહોંચી ગયા અને તેમની લોન ભરપાઈ કરી ત્યારે એ સટાયાના ચહેરા પર કંઈક અલગ જ ખુશી જોવા મળી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment