હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં નાળામાં ડૂબી જવાના કારણે દસ વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું છે. મિત્રો સાથે રમતી વખતે પગલક્ષી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ બાળકના મિત્રોએ આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી.
ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. શોધખોળ દરમિયાન અડધો કિલોમીટર દૂર બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું.
દીકરાના મૃતદેહને જોઈને પરિવારના લોકોના પગ નીચે જમીન સરકી ગઈ હતી. આ ગંભીર ઘટના ઇન્દોરમાં બની હતી. અહીં દસ વર્ષનો બાળક પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. રમતી વખતે બાળક ભાગી રહ્યો હતો ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો. જેના કારણે તે નાળામાં પડી ગયો હતો.
નાળામાં વહેતા પાણીમાં તે ડૂબા લાગ્યો હતો. બાળકે મદદ માટે ઘણી બૂમાભૂમ કરી, પરંતુ નજીકના વિસ્તારમાં કોઈ હાજર ન હોવાના કારણે કોઈ એ બાળકનો અવાજ સાંભળ્યો નહીં. ત્યારબાદ બાળકના મિત્રોએ આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી.
ત્યારબાદ પરિવારના લોકોએ ઘટનાની જાણ પોલીસને આપી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ SDRFની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. લગભગ અડધો કિલોમીટર દૂર કચરો અને ઝાડીઓમાં ફસાયેલું બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકનું નામ પુષ્પેન્દ્ર હતું.
મૃત્યુ પામેલો પુષ્પેન્દ્ર ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે પુષ્પેન્દ્ર નામ મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment