અમદાવાદમાં ઉછીના આપેલા 8000 રૂપિયા પરત માગતા બે આરોપીઓએ, એક યુવક પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો – જુઓ CCTV ફૂટેજ…

Published on: 8:03 pm, Sat, 6 August 22

અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાને સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. સામાજિક તત્વોના કારણે સામાન્ય જનતા હવે પરેશાન થઈ ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે.

બાપુનગરમાં એક યુવકે ઉછીના આપેલા રૂપિયા પરત માગ્યા ત્યારે બે વ્યક્તિઓએ તેના પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે બંને આરોપી યુવક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ બપોરના 2:00 વાગ્યાની આસપાસ બની હતી.

બાપુનગર અંસારનગર ખાતે મોહંમદ નામનો યુવક પોતાના મિત્ર યુસુફ બટકાને મળવા માટે ગયો હતો. ત્યારે ત્યાં યુસુફ ટકલા નામનો વ્યક્તિ પણ હાજર હતો. મળતી માહિતી અનુસાર મોહંમદ તેમની સાથે સિગરેટ પીધી હતી. ત્યારબાદ યુસુફ ટકલાને આપેલા 8000 રૂપિયા મોહંમદ આરીફ પરત માગ્યા હતા.

આ દરમિયાન યુસુફ ટકલો અને યુસુફ બટકા ઉશ્કેરાઈ ગયા હતા.  ત્યારબાદ બંને મળીને મોહંમદ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ યુસુફ ટકલા નામના યુવકે ધારદાર વસ્તુ વડે મોહંમદ પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મોહંમદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકો એકઠા થયા અને મોહંમદ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં ઉછીના આપેલા 8000 રૂપિયા પરત માગતા બે આરોપીઓએ, એક યુવક પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો – જુઓ CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*