સુરત એરપોર્ટ પર મોબાઈલના ફ્લિપ કવરમાં સંતાડેલા લાખો રૂપિયાના સોનાના 10 બિસ્કીટ મળ્યા, સોનાના બિસ્કીટની કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 5:33 pm, Wed, 22 February 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દાણચોરીના સામે આવતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જેવો વિદેશથી વિદેશી નાણું અથવા તો સોનુ છુપાવીને ભારત આવતા હોય છે. આવા લોકોને એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ ઝડપી પાડતા હોય છે. તેમ છતાં પણ ઘણા એવા મુસાફરો હોય છે જેઓ વિદેશથી સોનુ કે અન્ય કીમતી વસ્તુઓ લાવવા માટે અલગ અલગ જુગાડ કરતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવી રહ્યો છે. સુરત એરપોર્ટ પર સામાન્ય લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી લગેજ ટ્રોલીમાં મોબાઇલના ફ્લિપ કવરમાંથી 10 સોનાના બિસ્કીટ મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર કોઈ પેસેન્જર દ્વારા આ વાતની જાણકારી કસ્ટમ અધિકારીઓને કરવામાં આવી હતી.

જેના પગલે કસ્ટમ વિભાગ દ્વારા સોનાના બિસ્કીટ જપ્ત કરીને વધુમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાં મોબાઈલનું ફ્લિપ કવર અને અન્ય વસ્તુઓ બિનવારસી હાલતમાં કસ્ટમ વિભાગના અધિકારીઓને મળી આવી હતી. ત્યારબાદ અધિકારીઓએ ફ્લિપ કવર અને અન્ય વસ્તુ જપ્ત કરી હતી.

જ્યારે ફ્લિપ કવરની તપાસ કરવામાં આવી ત્યારે અંદરથી 10 સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. જેની કિંમત 68 લાખ રૂપિયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ફ્લિપ કવર માંથી 116 ગામના બસ સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

એરપોર્ટ પર હાજર લોકોની જ્યારે કસ્ટમર અધિકારીઓએ પૂછપરછ કરી ત્યારે કોઈ પણ વ્યક્તિએ આ વસ્તુના માલિક હોવાનો દાવો કર્યો ન હતો. કસ્ટમર અધિકારીઓનો દાવો છે કે, એરપોર્ટ પર વિદેશથી આવતી ફ્લાઇટ લેન્ડિંગ થયા પછી કસ્ટમર દ્વારા પેસેન્જરની તપાસ કરવામાં આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Kem Chho Surat (@kemchhosurat)

આ સોનાના બિસ્કીટ લાવનાર વ્યક્તિએ બચવા માટે ટ્રોલીમાં સોનાના બિસ્કીટ મૂકી એરપોર્ટની બહાર નીકળી ગયો હોવાની આશંકાઓ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલુ છે. સુરતમાં આવી ઘટના પહેલી વાર નથી બની આ પહેલા પણ DRI દ્વારા એરપોર્ટથી શારજાહ ફ્લાઈટમાં બે લાખ ધીરમ એટલે કે 45 લાખ રૂપિયા લઈને જતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરત એરપોર્ટ પર મોબાઈલના ફ્લિપ કવરમાં સંતાડેલા લાખો રૂપિયાના સોનાના 10 બિસ્કીટ મળ્યા, સોનાના બિસ્કીટની કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*