સુરતમાં બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વર્ષની માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત થયું છે. પાણીની ડોલમાં પડી જવાના કારણે બાળકે પાણીમાં ડૂબી ગયા હતી. પછી પરિવારના સભ્યો બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અહીં હોસ્પિટલમાં માસુમ દિકરીના હાથ પગ કામ નથી કરતા એવું કહીને ડોક્ટરે બાળકીને રજા આપી દીધી હતી અને પછી કલાકમાં જ બાળકીનું મોત થઈ ગયું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
વિગતવાર વાત કરીએ તો, સાહિલ નામનો વ્યક્તિ ઉનાપાટીયા ભીંડી બજારમાં આવેલ સંજરનગરમાં પોતાના પરિવાર સાથે રહે છે. સાહિલ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. બે દિવસ પહેલા સાહિલની એક વર્ષની દીકરી રમતા રમતા બાથરૂમમાં જતી રહી હતી. બાળકીની હાથમાં રહેલો રોટલીનો ટુકડો પાણીથી ભરેલી ડોલમાં પડી ગયો હતો
. જ્યારે બાળકી તે ટુકડો લેવા જાય છે ત્યારે તે પાણીની ડોલમાં પડી જાય છે. પછી તો પરિવારના સભ્યો બાળકીને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં બેદીની સારવાર બાદ ડોક્ટરે કહ્યું કે, દીકરીના હાથ પગ કામ કરતા નથી.
આ વાત સાંભળીને પરિવારના સભ્યો પોતાની દીકરીને ઘરે લઈને ચાલ્યા ગયા હતા અને લગભગ એક કલાક બાદ દીકરીનું મોત થઈ ગયું હતું. જ્યારે દીકરીની દફનવિધિ કરવા માટે પરિવારના સભ્યો ગયા ત્યારે મૃત્યુનું સર્ટિફિકેટ માંગ્યું હતું. એટલે પરિવારના સભ્યો ફરીથી હોસ્પિટલ દોડી આવ્યા હતા.
ત્યારે અહીં ડોક્ટરે કહ્યું કે અમે તમને દીકરી જીવતી આપી હતી એટલે અમે તમને ડેટ સર્ટિફિકેટ ન આપે. જેના કારણે પરિવારના સભ્યો દીકરીને લઈને નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પછી અહીં દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment