આજકાલ ગુજરાત રાજ્યમાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે રાજકોટ શહેરમાં બનેલી એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટના સરકારી વકીલ સમીર ખીરાની ઓફિસમાં ચોરી થઈ છે.
ચોરે ઓફીસનું તાળું તોડીને ઓફિસમાં પડેલા 1.50 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. ચોરી કરનાર ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને વકીલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે એક ચોર ઓફિસને તાળું તોડીને અંદર થી રોકડ રકમ લઇને ફરાર થઇ ગયો હતો.
રાજકોટમાં સરકારી વકીલની ઓફિસમાં 1.50 લાખ રૂપિયા રોકડા ની થઇ ચોરી – આરોપી CCTV કેમેરામાં કેદ… pic.twitter.com/VzkmvoIL5q
— GUJJU ROCKZ (@gujju_rockz) December 21, 2021
શનિવારે મોડી રાત્રે આ ઘટના બની અને બીજા દિવસે રવિવાર હતો તે કારણોસર કોમ્પલેક્ષમાં મોટાભાગના વકીલોની ઓફિસ બંધ હતી. જ્યારે કોઈ કારણોસર રવિવારના રોજ રાત્રે કોઈ વકીલ પોતાની ઓફિસે આવ્યા ત્યારે તેમને સમીર ખીરા ની ઓફીસ નું તાળું તૂટેલું દેખાયું હતું અને તેમની ઓફિસ ખુલ્લી હતી.
તેથી તેમને તાત્કાલિક સમીરભાઈ ને જાણ કરી હતી. આ ઘટના બની ત્યારે સમીરભાઈ લાયન્સ ક્લબના સભ્યો સાથે જુનાગઢ ટૂર પર ગયા હતા. ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક પોતાની ઓફીસ રાજકોટ પહોંચી આવ્યા હતા.
ત્યારબાદ તેમને આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે ની શોધખોળ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment