સાવરકુંડલામાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, પતિની નજર સામે પત્ની અને 2 પુત્રોના મૃત્યુ…

Published on: 11:32 am, Tue, 21 December 21

ગુજરાત રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સાવરકુંડલા તાલુકા બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં માતા અને બે પુત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતમાં પિતાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે તાત્કાલીક અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સાવરકુંડલા-અમરેલી રોડ પર આવેલા સીમરણ ગામના પાટિયા નજીક બન્યો હતો. મળતી માહિતી અનુસાર અહી કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વલસાડ તરફ પરત ફરી રહેલા ગુર્જર પરિવારના ત્રણ સભ્યોનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર જાફરાબાદના માણસા ગામથી પતિ પત્ની તથા તેમના બે પુત્રો સહિત ચાર લોકો વલસાડ તરફ જતા હતા. ત્યારે સીમરણ ગામના પાટિયા નજીક તેમને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં માતા ભાગુબેન મનુભાઈ ગુર્જર (ઉંમર 55 વર્ષ), તેમનો મોટો પુત્ર ઉમેશ મનુભાઈ ગુર્જર (ઉંમર 39 વર્ષ) અને તેમનો નાનો પુત્ર કૌશિક મનુભાઈ ગુર્જર (ઉંમર 33 વર્ષ) આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

જ્યારે આ ઘટનામાં પિતા મનુભાઈ બાલુભાઈ ગુર્જર (ઉંમર 59 વર્ષ) અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને અકસ્માત બન્યા બાદ આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે આ અકસ્માત બન્યો ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તેઓએ આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો છે એને લઈને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર પરિવાર મતદાન કરવા માટે ઉનાના ધોકડવા ગામે ગયા હતા. જ્યારે તેઓ મતદાન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રસ્તામાં અકસ્માત નડયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સાવરકુંડલામાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, પતિની નજર સામે પત્ની અને 2 પુત્રોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*