યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ઊંડી ખીણમાં પડી ગયેલી ગાયને બચાવી લીધી – વીડિયો જોઈને હચમચી જશો…

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડતા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે ચોકી જતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ખૂબ જ સુંદર વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં કેટલાક લોકો પહાડની ટોચ પરથી ગાયને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકતા દેખાઈ રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો દોરડાની મદદ થી કાંઈક વસ્તુ ઉપર ખેંચતા દેખાઈ રહ્યા છે.

ત્યારે ખબર પડે છે કે આ લોકો ગાયને ઉપર ખેંચી રહ્યા છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ઘાસ ચડતી વખતે અથવા તો પહાડો ઉપર આમતેમ ફરતી વખતે ગાય પહાડ પરથી નીચે પડી ગઈ હશે. મળતી માહિતી અનુસાર આ વિડીયો મહારાષ્ટ્રના પનવેલમાં કેપ્ચર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાયના એક પગે દોરડું બાંધેલું જોવા મળે છે. ત્યાં હાજર તમામ લોકો પોતાની પૂરી શક્તિ લગાવીને ગાયને ઉપરની તરફ ખેંચી રહ્યા છે. છેવટે આ લોકો ભારે મહેનત કરીને ગાયને ઉપર ખેંચી લે છે અને આ લોકોની મદદથી ગાયનો જીવ બચી જાય છે.

વાયરલ થઈ રહેલું આ વિડીયો ટ્વીટર પર YOGI100081એ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો ગાયને બચાવના યુવકોની પ્રશંસા કરી રહ્યા છે.

ગાય કેવી રીતે ખીણમાં ખાબકી તેની કોઈ માહિતી સામે આવી નથી. ઘણા લોકોને તો આ વિડીયો એટલો પસંદ આવી ગયો છે કે તે આ વિડીયો સોશિયલ મીડિયામાં એકબીજાને શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*