ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. સતત વધતી હાર્ટ એટેકની ઘટનાના કારણે ગુજરાતની જનતા હવે ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર યુવકનો ગરબા રમતા રમતા કરુણ મોત થયું છે. ગઈકાલે મોડી રાત્રે સચિન પોલીસની હદમાં આવેલા બોળંદ ગામમાં 27 વર્ષનો યુવક ગરબા રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પછી તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો.
જેથી ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી યુવકને તાત્કાલિક 108 ની મદદથી નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટર અને પરિવારજનોને આશંકા છે કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
યુવકના પરિવારમાં તેની પત્ની અને છ વર્ષની દીકરી છે. યુવકની પત્નીને છ માસનો ગર્ભ છે. આ ઘટના બનતા જ છ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉપરાંત આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ રોહિત ભીખુ રાઠોડ હતું.
રોહિત ગરબા રમી રહ્યો હતો ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment