Rajkot: રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજકોટ નજીક લોઠડા(Lothda) પાસે ગાય આડી ઉતરવાના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગાય આડી પડતા યુવકની બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી અને યુવક અકસ્માતનો(Accident) શિકાર બન્યો હતો. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ(Rajkot Youth dies in an accident while going to ATM) પામેલા યુવકનું નામ સંજય હકાભાઇ નાગડુકીયા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી.
સંજયના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. ઘટનાના દિવસે સંજય પોતાના ખાતામાં જમા થયેલો પગાર ATMમાં ઉપાડવા માટે ગયો હતો. આ દરમિયાન રસ્તામાં ગાય આડી ઉતરતા યુવકની બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી અને યુવક અકસ્માતનો શિકાર બન્યો હતો. આ ઘટનામાં સંજયને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું મોત થયું હતું.
સંજયના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલો સંજય સિવિલ કંપનીના કારખાનામાં મોટર બાંધવાનું કામ કરતો હતો. ઘટના બની તે દિવસે તેના ખાતામાં પગાર જમા થયો હતો. તેથી તે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ એટીએમ માં પૈસા ઉપાડવા માટે ગયો હતો.
તે પોતાની બાઇક લઈને જતો હતો, આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેની સામે ગાય આડી ઉતરી હતી. જેના કારણે તેની બાયક સ્લીપ ખાઈ ગઈ હતી અને આ ઘટનામાં તે જમીન પર ઢળી પડ્યો હતો. આ કારણોસર તેના માથાના ભાગે તેમ જ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા સંજયને સારવાર માટે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંજયએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સંજયના મોતના સમાચાર મળતા જ સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
મૃત્યુ પામેલો સંજય બે ભાઈઓ અને એક બહેનમાં મોટો હતો. બે વર્ષ પહેલા જ સંજયના લગ્ન થયા હતા. સંજયના પિતા ખેતી કામ કરે છે. સંજયનો દુઃખદ નિધન થતાં હસતો ખેલતો પરિવાર ભાંગ્યો છે. હાલમાં આ ઘટનાને લઈને આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment