તમારો ડોહો ઢીંઢા ભાગી જશે..! એક બાઈક પર જતા 7 છોકરાઓનો વિડીયો થયો વાયરલ… વિડીયો જોઈને ચોકી ઉઠશો…

આજકાલના લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એવા એવા સ્ટંટ કરતા હોય છે જેમાં તેમના જીવનું પણ જોખમ હોય છે. માર્ગ અકસ્માતો ને રોકવા માટે સરકાર દ્વારા દરરોજ નવા અને કડક ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવે છે. આ બધું હોવા છતાં ગામડાઓમાં લોકો તમામ નિયમોને નેવે મૂકીને વાહનો ચલાવે છે. ગામડાની વાત છોડો શહેરોમાં પણ અનેક લોકો રોજે રોજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે.

કોઈ તેના હાથમાં હેલ્મેટ લટકાવી રાખે છે પરંતુ પહેરતું નથી, તો કોઈ એક જ બાઈક પર ચાર ચાર લોકોને એકસાથે બેસાડે છે. અવારનવાર ટ્રાફિક ના નિયમોનો ભંગ કરનારાઓના સમાચાર અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેણે લોકોને ચોકાવી દીધા છે. જેમાં સાત છોકરાઓ એક જ બાઈક પર એક સાથે બેઠેલા જોવા મળે છે.

સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે એક છોકરો તો ખભા પર ચડીને બેઠો છે, જ્યાં એક તરફ લોકો આ છોકરાઓનું પરાક્રમ જોઈને ચોકી જાય છે. આ છોકરાઓના પરાક્રમ જોઈને લોકો ચિંતામાં મુકાઈ જાય છે. તો બીજી તરફ બાઈક પર આવા સ્ટંટ કરતી વખતે આ છોકરાઓના ચહેરા પર કંઈક અદભુત કામ કરતા હોય તેવો ગર્વ જોવા મળે છે. સમાચાર અનુસાર આ વિડીયો યુપીના હાપુડનો જણાવવામાં આવી રહ્યો છે. આ 22 સેકન્ડની ક્લિપ માં તમે છોકરાઓનું એક જૂથ એક જ બાઈક પર સાથે જતા જોઈ શકો છો.

ગણતરી કરતા તમને ખબર પડશે કે આ બાઈક પર સવાર છોકરાઓ કૂલ સાત છે, જેમાંથી સાતમો છોકરો એકના ખભા પર બેઠો છે. બાજુથી જતી કારમાં સવારે લોકોએ આ ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, ત્યાંથી પસાર થતી કારમાં ડોકિયું કરતી વખતે તમે જોઈ શકો છો કે બાઈક પરના આ છોકરાઓ કેવી રીતે હસતા હોય છે. જાણે તેને કોઈ મહાન કામ કર્યું હોય, પરંતુ સાથ છોકરાઓનું આ રીતે બાઈક ચલાવવું એકમાત્ર ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન જ નથી પણ તેમના જીવ માટે પણ જોખમી છે.

અહીં તમને જણાવી દઈએ કે આ વાયરલ વિડિયો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો, વાયરલ વીડિયોની નોંધ લેતા હાપુડ પોલીસે બાઈક પર બેઠેલા યુવકોની ઓળખ કરી હતી. આ દરમિયાન પોલીસે તેમની પાસેથી 22 હજાર રૂપિયાનો દંડ પણ તેમના પર લગાવી દીધો હતો. આ મામલા માં હાપુડ પોલીસે સોશિયલ મીડિયા સેલ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડીને જણાવ્યું છે કે હાપૂડ દેહાત વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળ સાત યુવકો અને બાળકો બાઇક પર સવાર હતા.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેની તાત્કાલિક નોંધ લઈને પોલીસે આ બાઈકનું 22,000 નું ચલણ કાપીને તેને કબજે કરી છે. બાઈક ચાલક સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર @Akshara117 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શન માં લખ્યું છે હાપૂડ માં બાઈક સવાર સાત લોકોનો વિડીયો થયો વાયરલ પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*