દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ તેમની છ મુલાકાતે ગુજરાત આવ્યા છે. મનીષ સિસોદિયાએ હિંમતનગરથી ‘બસ હવે પરિવર્તન જોઈએ’ યાત્રાની શરૂઆત કરી હતી અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ચાલશે. ગઈકાલે પાટણમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ મનીષ સિસોદિયાએ સિદ્ધપુરમાં ‘બસ હવે પરિવર્તનની જોઈએ’ યાત્રામાં ભાગ લીધો હતો.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ‘બસ હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસને મોકો આપ્યો તો બદલામાં શું મળશે? કોઈ શાળા નથી આપી. કોઈ હોસ્પિટલ નથી આપી. કોઈ નોકરી પણ નથી આપી. મનીષ સિસોદિયાએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે લોકો કોંગ્રેસને વોટ આપે તેવો કહે છે કે અમે કોંગ્રેસને વોટ આપ્યો છે પરંતુ કોંગ્રેસ ભાજપની સરકાર બનાવે છે. ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે. બસ હવે તો પરિવર્તન જોઈએ, હવે માત્ર પરિવર્તન જરૂરી છે. મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું કે, તમે કેજરીવાલને એક મોકો આપો અને જુઓ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. જેમ દિલ્હીમાં આવવા લાગ્યું છે. તેમ પંજાબમાં પણ આવવા લાગ્યું છે. મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું કે તમે 27 વર્ષથી ભાજપને જોઈ, કોંગ્રેસને જોઈ, હવે એકવાર અરવિંદ કેજરીવાલને તક આપીને જુઓ.
વધુમાં મનીષ સિસોદિયાએ વાત કરતા જણાવ્યું કે, ‘બસ હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રાના કારણે ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે. એવું લાગી રહ્યું છે જાણી ચૂંટણી નજીક આવી રહ્યો હોય અને આમ આદમી પાર્ટી એ બધી તૈયારી કરી લીધી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાય છે. ગુજરાતની અંદર આ માતાની પાર્ટીને ‘બસ હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રાને ખૂબ જ સારો આવકારો મળી રહ્યો છે. લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે. નાની સિસોદિયાએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક મજબૂત અને વિકલ્પ તરીકે ઉભરી આવી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment