મિત્રો હાલમાં તો ગુજરાતી કલાકારોની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. ઘણા એવા ગુજરાતી કલાકારો છે તેમના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ છે. ત્યારે હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા માયાભાઈ આહીરને તો તમે સૌ ઓળખતા જ હશો.
માયાભાઈ આહીર એક એવું નામ છે, જેમનું નામ સાંભળીને મોટી સંખ્યામાં લોકો તેમના કાર્યક્રમમાં આવતા હોય છે. માયાભાઈ આહીર ડાયરામાં પોતાની રમુજી વાતોથી ત્યાં હાજર સૌ કોઈ લોકોને ખડખડાટ હસાવી દે છે. ત્યારે આજે આપણે માયાભાઈ આહીરના જીવનની કેટલીક વાતો કરવાના છીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે, માયાભાઈ આહીરનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઊંડવી ગામે થયો હતો. તેઓનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. કહેવાય છે કે માયાભાઈ આહીરને નાનપણથી જ ભજન અને લોકસંગીતમાં ખૂબ જ રસ હતો.
પછી માયાભાઈ આહીર સંગીત ક્ષેત્રમાં ધીમે ધીમે આગળ વધવાનું નક્કી કર્યું હતું. પરંતુ સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનો રસ્તો કઈ સરળ ન હતો. માયાભાઈ આહીરે આજે આ મુકામ સુધી પહોંચવા માટે ઘણા બધા સંઘર્ષ કર્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે માયાભાઇ આહિરે પોતાના જીવનનો પ્રથમ કાર્યક્રમ 1996 માં હનુમાનજીના મંદિરમાં કર્યો હતો.
અહીં તે માયાભાઈ આહીરને લોકો ખૂબ જ પસંદ કરવા લાગ્યા અને પછી તેમને ધીમે ધીમે ગુજરાત રાજ્યમાં લોકપ્રિયતા મળવા લાગી. હવે હાલમાં તો માયાભાઈ આહીરના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં છે. તેમના કાર્યક્રમ હોય એટલે મોટી સંખ્યામાં તેમના ચાહકો તેમને સાંભળવા માટે આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment