મિત્રો હાલ તો સમગ્ર ગુજરાતમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે એક સમય એવો પણ હતો કે સમગ્ર વિશ્વના લોકો કોરોના નામની મહામારી સામે લડી રહ્યા હતા ત્યારે ઘણા એવા કાર્યક્રમો જેવા કે લગ્ન પ્રસંગ ઘણા એવા પ્રસંગો કે જેના રંગમાં ભંગ પડ્યો હતો અને સરકારના ઘણા એવા કાયદાના પાલન માટે લગ્નમાં અમુક મર્યાદિત લોકો જોડાઈને જ લગ્ન સંપન્ન કરતા હતા.
ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં લોકો લગ્ન પ્રસંગને ખૂબ જ મહત્વનો પ્રસંગ ગણતા હોય છે અને પોતપોતાની યથાશક્તિ પ્રમાણે લગ્ન પ્રસંગ પાર પાડતા હોય છે. ઘણા લોકો લગ્ન પ્રસંગમાં ઘણા રૂપિયા નો ખર્ચો કરી ને સારો દેખાડવા પણ માંગતા હોય છે અને ઘણા એવા પણ લોકો હોય છે કે પોતાના લગ્નને કંઇક અલગ અને ભવ્ય બતાવવા અમુક એવા આયોજનો કરતા હોય છે.
જેમાં અઢળક નાણા પણ ખર્ચી નાખતા હોય છે. આજે એવા જ આલીશાન અને વૈભવી લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લગ્ન આશરે એકથી દોઢ વર્ષ પહેલાંના છે. હાલ તો લગ્ન સિઝન ચાલી રહી છે એવામાં પોતાના લગ્ન પ્રસંગને ભવ્ય બનાવવા માટે અમુક લગ્નની સ્મૃતિઓ અનુસરતા હોય છે. એવામાં પહેલાની ઘણી એવી રસમો જે આજે મનાવવાનું ભૂલતા નથી.
વાત છે રાજકોટના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર વિજય વાંક ના સાળા અર્જુન સવારના લગ્ન હતા ત્યારે તેમની જાન રાજકોટની માસ્તર સોસાયટી થી આશરે 80 દૂર આવેલ શેઠ હાઈસ્કૂલમાં લઈ જવામાં આવી હતી. આ લગ્ન એટલા આ આલિશાન અને ભવ્ય હતા કે સૌ કોઈનું ધ્યાન લગ્નની જાન તરફ આકર્ષાયું હતું. વૈભવી લગ્ન વિશે વાત કરીએ તો આ લગ્નમાં ગાડી કે બગીના બદલે હાથી ઘોડા અને ઊંટ ની સવારીઓ જોવા મળી હતી અને વરરાજો હાથી પર રાજા ની જેમ બેસીને લગ્ન માટે જઈ રહ્યો હતો.
લગ્નમાં હાજર સૌ કોઈ લોકોએ પોતાના પારંપરિક પોશાક પહેર્યા હતા અને સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરે એ વાત એવી હતી કે જાનમાં હાજર 20 બહેનોએ પોતાનો પારંપરિક પોશાક તો પહેર્યો હતો પરંતુ સાથે સાથે આશરે 500 તોલા એટલે કે રૂપિયા બે કરોડના કરતા પણ વધુ સોનું પહેર્યું હતું. આ ઉપરાંત જાનમાં મુંબઈના નાસિકના બેન્ડ વાળાને બોલાવવામાં આવ્યા હતા. સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થાય એ માટે ગાડી ના બદલે હાથી ઘોડા માં સવાર થઈને જાન લઈ જવામાં આવી હતી.
આ લગ્નના વર્ષો વીતી ગયા હોવા છતાં હજુ પણ લોકો તેને યાદ કરે છે અને આ જાન રંગીલા રાજકોટના રસ્તા પર નીકળી ત્યારે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા અને કદાચ ઘણા લોકોએ આવા ભવ્ય રજવાડી લગ્ન જોયા પણ નહીં હોય કે હાથીની અંબાડી પર વરરાજા અને જાનૈયાઓનો પાઠ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment