પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા ને તો બધા લોકો જાણતા હશે, ગુજરાતમાં નહીં પરંતુ દેશભરના તમામ યુવાનોને કથા સાંભળતા કરનાર કથાકાર એટલે પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા. ‘ દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી જી રે..!’ ના તાલ પર તમામ લોકો લીન થઈ જાય છે. આજે આપણે આ જીગ્નેશ દાદા વિશે વાત કરીશું જે 99% લોકો નહીં જાણતા હોય. કથા શ્રીમદ ભાગવત હોય કે પછી શ્રીરામ કથા પરંતુ કથાકાર ના મુખેથી આ પવિત્ર વાણી સાંભળીને દરેક વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે.
ગુજરાતની ધરામાં અનેક એવા કથાકાર છે, જેવો કથાનું રસપાન કરાવીને શ્રોતાગણો ને ભગવાનની ભક્તિમાં લીન કરે છે. જીગ્નેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી કથાકાર છે, જીગ્નેશ દાદા ની કથા ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશની અંદર પણ લોકો ખૂબ જ ભાવથી જોવે છે. આખા ગુજરાતની અંદર યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દેનાર એવા જીગ્નેશ દાદા ને ખૂબ જ નાની ઉંમરથી ભજન ગાવાનો ખૂબ જ શોખ હતો.
પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા જેને લોકો રાધે રાધે ના ઉપનામથી પણ સંબોધે છે, બાપુએ અત્યાર સુધીમાં 150 થી વધારે કથાઓ કરી છે. જીગ્નેશ દાદા ના ભાઈબંધીમાં કૃષ્ણને સુદામા મળ્યા રે એને ભાઈબંધ, દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે, તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જજો રે, જેવા ભજનો ખૂબ જ લોકપ્રિય છે.
જીગ્નેશ દાદા હાલમાં સુરતમાં જ પોતાના પરિવાર સાથે રહે અને તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા નો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના કરિયાચડ ગામમાં 25 માર્ચ 1986 ના રોજ થયો હતો. તેમની માતાનું નામ જયાબેન, જ્યારે પિતાનું નામ શંકરભાઈ છે, સામાન્ય પરિવારમાં જન્મેલા જીગ્નેશ દાદા એ રાજુલા પાસેથી જાફરાબાદમાં અભ્યાસ કર્યો.
તેઓ એરોનોટિકલ એન્જિનિયર બન્યા છે, તેના બાળપણ વિશે જાણીએ તો તેમના માતા-પિતાની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. તેના કારણે રાજુલાની પાસે આવેલા જાફરાબાદમાં જીગ્નેશ દાદા એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું. જાણીને આશ્ચર્ય થશે કે જીગ્નેશ દાદા એરોનોટિકલ એન્જિનિયર નો અભ્યાસ કરતા હતા, પરંતુ તેમણે ભણવાનું છોડીને કથાનું જ્ઞાન પીરસવાનું ચાલુ કર્યું હતું.
સૌથી મહત્વની વાત એ કે તેમણે દ્વારકામાં સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો છે અને સંસ્કૃતના શિક્ષક પણ હતા. કહેવાય છે ને કે દરેક વ્યક્તિને માં કંઈક ગુણો સમાયેલ હોય છે એવી જ રીતે જીગ્નેશ દાદા ને બાળપણથી જ ભજન અને ભક્તિમાં અને ધાર્મિક બુકો વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેમણે આ જ કારણે પોતાનું જીવન શ્રીકૃષ્ણ ભક્તિમાં લીન કરવાનું પસંદ કર્યું, શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવાની શરૂઆત તેમણે પોતાના ગામોમાં માત્ર 16 વર્ષની ઉંમરે પહેલી કથા કરી હતી.
ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ કથા નો રસપાન કરાવી રહ્યા છે, તેઓ હંમેશા દરેક કથાઓમાં અને ભક્તોના પધરામણી વખતે તેમની સાથે બાળ ગોપાલની મૂર્તિ અવશ્યપણે હોય છે. જીગ્નેશ દાદા ને એક પુત્ર છે તેણે પણ વારસામાં ભજન ભક્તિ અને ધાર્મિક વૃતિના સંસ્કાર મળેલ છે, પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુની કથા તેમના દીકરાએ વ્યાસપીઠ પર પણ ભજન ગાયેલું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment