યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલ માં કીર્તિનું પાત્ર ભજવનાર અભિનેત્રી મોહીના કુમારી સિંહના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહા છે. મોહના ટૂંક જ સમયમાં મમ્મી બનવા જઈ રહી છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને આ માહિતી આપી હતી.
આ સુંદર તસવીરમાં મોહીના કુમારી સિંહ પતિ સુયશ સાથે જોવા મળી હતી.જ્યારે અભિનેત્રી ખુરશી પર બેઠેલી જોવા મળી ત્યારે તેનો પતી સુયશ મોહીના ની ખુરશીની પાછળ ઉભો જોવા મળ્યો હતો.તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.
View this post on Instagram
મોહિના કુમારીએ પોતાની પ્રેગ્નન્સીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ તેને અભિનંદન મળવાના શરૂ થઈગયા છે. ઘણા સેલેબ્સે આ કપલને અભિનંદન પાઠવ્યા છે જેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. ટીવી એક્ટર નકુલ મહેતાએ હાર્ટ ઈમોજી બનાવી છે. સાથે જ રશ્મિ દેસાઈએ અભિનંદન લખ્યા. જ્યારે શિવાંગી જોશીએ હાર્ટ ઈમોજી બનાવીને અભિનંદન લખ્યા હતા.
વર્ષ 2019 માં, મોહિનાએ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના પુત્ર સુયશ રાવત સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી મોહિનાએ એક્ટિંગ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment