મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. આજના સમયમાં સંયુક્ત પરિવારનું અસ્તિત્વ જોવા મળી રહ્યું નથી. સૌ કોઈ લોકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે.
ઉદાહરણ તરીકે ત્રણ ભાઈઓ હોય તો એક જ ગામમાં ત્રણેય અલગ અલગ જગ્યાએ રહે છે. આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવાના છીએ જેઓ એક જ ઘરમાં 72 લોકો સાથે રહે છે. આ સંયુક્ત કુટુંબનો ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ કુટુંબનો દૈનિક ખર્ચો સાંભળીને તમે પણ હચમચી જશો. તો ચાલો આજે આપણે આ સંયુક્ત કુટુંબ વિશે વિગતવાર વાત કરીએ.
આ પરિવાર મહારાષ્ટ્રના સોલાપુરમાં રહે છે. અહીં રહેતો દોઈજોડ પરિવાર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં આ પરિવારની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે. આજે કોઈને ભેગું રહેવું ગમતું નથી ત્યારે આ પરિવારના 72 સભ્યો લાંબા સમયથી એક સાથે હળી મળીને રહે છે. આ પરિવાર મૂળ કર્ણાટકનો છે અને લગભગ 100 વર્ષ પહેલા સોલાપુર આવ્યો હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે આ પરિવારની ચાર પેઢી એક જ ઘરમાં એક સાથે રહે છે. તમને જાણીને નવાઈ લાગે છે કે આ પરિવારને રોજનો શાકભાજીનો 1000 થી 1200 રૂપિયાનો ખર્ચો લાગે છે. દરરોજ 10 લીટર દૂધનો ખર્ચો આવે છે. ઘઉં, ચોખા અને દાળની ખરીદી આખા વર્ષની થાય છે. આશરે 40 થી 50 બોરીઓનો ઉપયોગ લેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આ પરિવારનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકોએ પરિવારના ખૂબ જ વખાણ કર્યા હતા. લોકો કહી રહ્યા છે કે આ પરિવાર સમાજ માટે એક પ્રેરણાદાયક છે. આવા સમયમાં પરિવારના 72 લોકોને એક સાથે રહેવું તે ખૂબ જ મોટી વાત છે અને આ બધાનો ખર્ચો ઉપાડો તે તેના કરતાં પણ મોટી વાત છે.
પરિવારના ભાઈઓ, મહિલાઓ અને બાળકો સાથે રહેવાનું પસંદ કરે છે અને બધા લોકો હળી મળીને રહે છે. મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં અનેક જગ્યાઓ ઉપર આ પરિવારની ચર્ચાઓ ચાલી રહી છે. તમે જ કહો કે તમે સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરો છો કે એકલા રહેવાનું પસંદ કરો છો. તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment