હાલમાં સમગ્ર ગુજરાતમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો પોતાના દીકરા-દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક નવું કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી લગ્નમાં અનોખી જાન અને અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અનોખી જાણના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે.
ત્યારે હાલમાં સુરત શહેરમાં નીકળેલી એક અનોખી જાનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરત શહેરમાં ગુરુવારના રોજ એક અનોખો વરઘોડો નીકળ્યો હતો. તો તમને જણાવી દઈએ કે સુરતના પાટીદાર યુવકે 100 લક્ઝુરીયસ ગાડી સાથે જાન કાઢીને સુરતમાં વટ પાડી દીધો હતો.
જ્યારે અનોખી જાન લગ્ન મંડપએ પહોંચે ત્યારે ત્યાં જાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જાનમાં મોંઘી મોંઘી ગાડીઓ લાવવામાં આવી પરંતુ વરરાજો ખુદ આપણી જૂની પરંપરા પ્રમાણે બળદગાડામાં બેઠો હતો. સુરતમાં નીકળેલી આ અનોખી જાન મોટા વરાછાના રિવલ પેલેસમાં રહેતા પ્રતીક ભરતભાઈ વઘાસિયાના લગ્નની હતી.
સાંજે 5:00 વાગ્યાની આસપાસ રિવર પેલેસ પાસેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો બે કિલોમીટરનું અંતર કાપીને લગ્ન મંડપે પહોંચ્યો હતો. આ અનોખી જાનને જોવા માટે રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કારણ કે જાનમાં 100 લક્ઝુરિયસ કાર જોવા મળી હતી.
જેમાં ફરારી, bmw, જેગુઆર અને હમર જેવી મોંઘી મોંઘી ગાડીઓનો સમાવેશ થયો હતો. મિત્રો પ્રતીક વઘાસિયાની વાત કરીએ તો તેમના પિતા ભરતભાઈ વઘાસિયા ભાજપના પૂર્વ કોર્પોરેટર હતા. પ્રતીક વઘાસીયા અને ભરતભાઈ વઘાસિયા બંને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે.
View this post on Instagram
અનોખી જાન વિશે પ્રતીક વઘાસિયાના પિતા ભરતભાઈ વઘાસીયા એ જણાવ્યું કે, વરઘોડામાં જુદી જુદી કંપનીની 100 જેટલી ગાડીઓ હતી. પરંતુ મૂળ સૌરાષ્ટ્રની પરંપરા ને ધ્યાનમાં રાખીને તેમને પોતાના દીકરાને બળદગાડામાં બેસાડવાનું પસંદ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment