વાહ ભાઈ વાહ..! મુસાફરોને ગરમીથી રાહત આપવા રીક્ષા ચાલકે લગાવ્યું રીક્ષામાં કુલર… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Viral video: આજકાલ સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને નવાઈ લાગે છે. સતત વધતી રહેલી ગરમીના કારણે લોકો અલગ અલગ પ્રયોગો કરતા જોવા મળે છે. સતત વધતી રહેલી ગરમીથી લોકો હેરાન થઈ ગયા છે, જોકે વચ્ચે વચ્ચે વરસાદ પણ પડી રહ્યો છે. પરંતુ વરસાદ બંધ થતા ની સાથે જ આકરી ગરમીનો કહેર યથાવત છે, આવા સંજોગોમાં લોકો કરે તો પણ શું કરે ?

ખાસ કરીને તે લોકો ઓટો ચલાવે છે અને દિવસભર ગરમીમાં કામ કરતા રહે છે. આજકાલ માત્ર એસી કાર અને બસો આવે છે,એસી ચાલુ કરો તો તમને ગરમી માંથી ત્વરિત રાહત મળે છે. પરંતુ ઓટો ચાલોકોને ગરમીથી કેવી રીતે રાહત મળશે ? આવી સ્થિતિમાં એક ઓટો ડ્રાઈવરે અદભુત કામ કર્યું છે, તેણે ઓટો ની પાછળ કુલર લગાવ્યું છે જેથી ગરમીથી રાહત મળી શકે.

તમે જોયું જશે કે જ્યારે ગરમી હોય છે ત્યારે ઓટોમાં બેઠેલા લોકો પણ હેરાન થઈ જાય છે. કારણકે પવન હોતો નથી અને ભયંકર ગરમીને કારણે ઓટો ઉપરથી ખૂબ જ ગરમ થાય છે. જેના કારણે લોકોને પરસેવો વળે છે, આવી સ્થિતિમાં જો કોઈ ઓટો ડ્રાઈવર પોતાની ઓટોમાં કુલર લગાવે તો નવાઈ લાગશે.

 

View this post on Instagram

 

A post shared by KABIR SETIA (@kabir_setia)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઓટો ધીમી ગતિએ આગળ વધી રહી છે જેના પાછળના ભાગે એક નાનું કુલર લાગેલું છે. દેખાવ પરથી એવું લાગતું નથી કે ઓટો ચાલક કુલર ડીલેવરી કરવા જઈ રહ્યો છે. પરંતુ દેખાવ પરથી સ્પષ્ટ થાય છે કે કુલર ઓટોમાં કાયમી ધોરણે ફીટ કરવામાં આવ્યું છે.

કારણ કે તે હલતું પણ નથી અને ગરમીથી છુટકારો મેળવવા માટે ઓટો ડ્રાઈવરે એક સરસ યુક્તિ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Kabir_setia નામની આઈડી થી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 3.9 મિલિયન વખત જોવામાં આવ્યો છે. જ્યારે 3 લાખ 38 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વિડીયો પર જાત જાતની ફની પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે, એક લખ્યું કે, ‘આ અમારું બિહાર છે, અહીં કંઈ પણ થઈ શકે છે. જ્યારે બીજા યુઝરે લખ્યું છે, ઉનાળામાં પણ ઠંડીનો અનુભવ. એ જ રીતે અન્ય એક યુઝરે લખ્યું કે ભારત પ્રગતિ કરી રહ્યું છે, જ્યારે અન્ય એક્ યુઝરે લખ્યું કે આ આવિષ્કાર ભારતની બહાર ના જવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*