એડવોકેટ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra): ગુજરાતના સુરત(Surat) શહેરમાં બનેલી એક ઘટના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં કાયદાના ધજાગરા ઉડાવતા પોલીસ કર્મચારીને એક જાગૃત નાગરિકે બરાબરનો સબક શીખવાડીઓ છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગદરો જ બપોરે 2:00 વાગ્યાની આસપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં પીઆઇ કે.જે.ભોંયે કાયદાનું પાલન કરવાના બદલે પોતે જ કાયદાના ધજાગરા ઉડાડતા નજરે પડ્યા હતા.
પીઆઇ કે.જે.ભોંયે કાયદાનું પાલન કરવાના બદલે અન્ય વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી દંડ વસૂલતા હતા. એટલું જ નહીં પરંતુ પીઆઇ કે.જે.ભોંયે કાળા કાચ વાળી કાર લઈને ફરજ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સુરતના જાગૃત નાગરિક અને એડવોકેટ એવા મેહુલ બોઘરાના ધ્યાનમાં પીઆઈની કાળા કાચ વાળી કાર નજરમાં પડી હતી.
ત્યાર પછી તો એડવોકેટ મેહુલ બોઘરાએ પીઆઈ પાસે કાળા કાચ રાખવા બદલ મેમો ફડાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં બપોરના બે વાગ્યાની આસપાસ ટ્રાફિક પોલીસ પીઆઇ કે.જે.ભોંયે વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી દંડ વસૂલતા હતા.
પીઆઇ કે.જે.ભોંયે કાળા કાચ વાળી GJ 30 A 1160 નંબરની કાર લઈને ફરજ પર પહોંચ્યા હતા. આ વાતની જાણ થતા જ એડવોકેટ મેહુલ બોઘરાએ પીઆઇ કે.જે.ભોંયે પાસે દંડ ભરાવ્યો હતો. પીઆઇ કે.જે.ભોંયે પણ પોતાની ભૂલ સ્વીકારીને પોતાની જાતે જ 500 રૂપિયાનો દંડ ભરી દીધો હતો.
ભૂલ સ્વીકાર્યા અને દંડ ભર્યા બાદ પીઆઇ કે.જે.ભોંયે એ જણાવ્યું કે, આ વાહન મારું નથી, બીજાનું છે. મારું સરકારી વાહન ખરાબ થઈ ગયું છે અને તે ગેરેજમાં છે. એટલા માટે ફરજ પર આવવા માટે આ ગાડી લઈને આવ્યો છું. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment