હાલમાં લગ્નની સીઝાને ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા પરિવારના લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્નની અનોખી કંકોત્રી છપાવીને લગ્નને યાદગાર બનાવવા માગતા હોય છે અથવા તો સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવા માગતા હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક અનોખી કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ત્યારે રાજકોટના એક પરિવાર છપાવેલી લગ્નની કંકોત્રીની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે. કંકોત્રીમાં લખાવેલા સમાજલક્ષી મેસેજ વાંચીને લાખો લોકો આ પરિવારના વખાણ કરી રહ્યા છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો લાખો રૂપિયાનો ખર્ચો કરીને લગ્નમાં અનોખી થીમનું આયોજન કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા કપલની વાત કરવાના છીએ જેમને અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
આ કપલ એ લગ્નમાં ખાલી ખોટા ખર્ચા કરીને નહીં પરંતુ ગરીબોની સેવા કરીને સાથ ફેરા લેશે તેઓ નિર્ણય લીધો હતો. મિત્રો તમને જણાવી દે કે કાલાવડ તાલુકામાં આવેલા આણંદ પર અને સાંઢવાયાની આ વાત છે. અહિં 7, 8 અને 9 માર્ચના રોજ અનોખો માંગલિક પ્રસંગ યોજવાનો છે. અહીં ગોબરભાઇ ઝડફિયાના દીકરા અમિતના લગ્ન દીકરી રાધિકા સાથે થઈ રહ્યા છે.
અમિત અને રાધિકાએ તેમના લગ્નની કંકોત્રીમાં માંગલિક પ્રસંગે પ્રેરણાદાયક સંદેશાઓ છપાવ્યા છે. મિત્રો અત્યારે લોકો પોતાના સ્વાર્થ માટે ગમે તે લોકોનું ખરાબ કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. પરંતુ નાની ઉંમરમાં અમીતે આવા સેવાકીય કાર્યોથી લોકોને એક સાચો અને ખૂબ જ સુંદર સંદેશો આપ્યો છે.
લગ્નની કંકોત્રીની અંદર અમિતભાઈ સમાજલક્ષી મેસેજો છપાવ્યા છે. લોકો અમિતના હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ કરી રહ્યા છે. અમિતભાઈ સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું કે, હું આણંદ ગામનો વતની છું. હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું, એક સમય એવો હતો કે જ્યારે અમારી પાસે ખાવા માટે રાશન પણ પૂરતું ન હતું.
પરંતુ આજે મારી મા ખોડલ અને આ દુનિયામાં નથી તે મારી બેન જીજ્ઞાના આશીર્વાદથી અમારો પરિવાર ખૂબ જ સારું ચાલી રહ્યું છે. પરિવારમાં એકદમ ખુશીનો માહોલ છે. તેથી મેં અને મારી પત્ની રાધે નક્કી કર્યું કે, અમે તારીખ 7, 8 અને 9 માર્ચના રોજ ગામની ગૌશાળા ની ગાયો અને ચારો આપશો, વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધ લોકો ને નાસ્તો કરાવશો, ઝુપડપટ્ટી માં રહેતા બાળકોને ભોજન આપશું અને શાળામાં વિદ્યાર્થીઓને લંચ આપશું અને આ રીતે અમારા લગ્નની ઉજવણી કરશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment