ગુજરાત રાજ્યમાં તાજેતરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.ત્યારબાદ જિલ્લામાં સ્થાનિક હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી ત્યારે આ નિમણૂક પછી ખેડા જિલ્લામાં ભાજપમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. અ સંતોષ ચરમસીમાએ પહોંચતા ભાજપ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
ખેડા શહેર ભાજપ બાદ કઠલાલ તાલુકા ભાજપના કાર્યકરોએ રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે.12 હોર્દેદારો સહિત 40 થી વધુ કાર્યકરો અને પૂર્વ મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ, શક્તિ કેન્દ્ર ના પ્રમુખો, જિલ્લાના કન્વીનર અને યુવા મોરચાના સભ્યો એકસાથે રાજીનામા આપી દીધા છે.
કઠલાલ તાલુકાના નવા પ્રમુખ અને મહામંત્રી ના વિરોધમાં તમામે રાજીનામા આપી દીધા છે. હજુ બે દિવસ પહેલા ખેડા શહેર ભાજપના 70 થી વધુ કાર્યકર્તાએ રાજીનામા આપી દીધા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના કાર્યકર્તા રાજીનામુ આપતા ભાજપની લાગ્યો ઝટકો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment