વિશ્વમાં 20 માર્ચ એટલે કે ચકલી દિવસ. ભારત દેશમાં 2010થી 20 માર્ચના રોજ ચકલી બચાવો અભિયાન યોજવામાં આવે છે. હાલમાં શહેરી વિસ્તારોમાંથી ચકલી લુપ્ત થતી જાય છે. મનુષ્યના કારણે અત્યારે શહેરી વિસ્તારમાંથી ચકલી લુપ્ત થઇ ગઈ છે. ચકલીની વાત કરીએ તો ચકલી ખેડૂતો માટે ખૂબ જ કામની છે ખેતી માટે તકલીફ મદદરૂપ બને છે.
ખેતરમાં દેખાતા જીવજંતુઓની ચકલી નાશ કરી નાખે છે. આટલું જ નહીં પરંતુ ચકલી હવામાન ફરતા બેક્ટેરિયા અને વાયરસ ની પણ ખાઈ જાય છે. હવામાન કેટલાય બેક્ટેરિયા અને વાયરસ ફરતા હોય છે. જે આપણે જોઈ શકતા નથી પરંતુ ચકલી પોતાની નરી આંખે તે જોઈ શકે છે અને તે બેક્ટેરિયા ને ખાઈ જાય છે.
ચકલી ની વાત કરે તો ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. શહેરી વિસ્તારમાં છ પ્રકારની ચકલીઓ જોવા મળે છે. ચકલીની સંખ્યા ની વાત કરીએ તો છેલ્લા થોડાક વર્ષોથી ચકલીની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી રહે છે.
હાલમાં બની રહેલી ઊંચી ઈમારતોના કારણે ચકલીને જુના મકાનમાં રહેવાની જગ્યા મળતી હતી તે ઊંચી ઇમારતમાં મળી શકે તેમ નથી. આ ઉપરાંત મોબાઇલ ટાવરમાંથી નીકળતા તરંગોના કારણે ચકલીના સામાન્ય જીવનમાં ખૂબ જ હાનિ પહોંચે છે.
મોબાઇલ ટાવરમાંથી નીકળતા તરંગોના કારણે જ સ્ત્રીના પ્રજનન પર ખૂબ જ વિપરીત અસર પડે છે. જેના પરિણામે ચકલીઓ ઝડપથી લુપ્ત થવા લાગી છે. ચકલી વધારે પડતું તાપમાન સહન કરી શકતી નથી અને શહેરમાં દિવસે દિવસે પ્રદૂષણ વધવાથી તેના કારણે તાપમાન વધી રહ્યું છે. આ કારણોસર પણ શહેરમાંથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. ખોરાક અને માળાની શોધમાં ચકલી શહેરી વિસ્તાર મૂકીને દૂર જંગલ વિસ્તારમાં ચાલી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment