આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. દિવસે દિવસે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણી વખત સ્ટંટ કરવાને કારણે પણ અકસ્માત થાય છે.
હાલમાં આવો જ એક કિસ્સો કર્ણાટકના મેંગ્લુરમાંથી સામે આવ્યો છે. મેંગ્લુરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં ફૂટપાથ પર ચાલીને જઈ રહેલા પાંચ લોકોને એક કારે અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રન નો મામલો મેંગ્લુરમાં મન્નાગુડ્ડા જંકશન પાસે ગઈકાલે સાંજે લગભગ ચાર વાગ્યે બન્યો હતો.
કારે પાંચ લોકોને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ છે. પોલીસે જણાવ્યું કે હ્યુન્ડાઈ ઇનોવા કાર કમલેશ બલદેવ દ્વારા ચલાવવામાં આવી રહી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે ફૂટપાથ પર ચાલીને જઈ રહેલા પાંચ લોકોને એક કાર પાછળથી ટક્કર મારી હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ત્રણ છોકરીઓ સહિત ચાર ઇજાગ્રસ્ત થઈ ગયા. આરોપી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, આરોપી કારને એક શો રૂમ સામે છોડીને પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
VIDEO | A woman died and four others were left injured after a speeding car drove onto the footpath and hit pedestrians near Mannagudda junction in Karnataka’s Mangaluru earlier today.
(Disclaimer: Disturbing visuals, viewer discretion is advised.)
(Source: Third Party) pic.twitter.com/DegX9AudNE
— Press Trust of India (@PTI_News) October 18, 2023
આ અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં આજુબાજુના લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. પોલીસે બેદરકારીથી મૃત્યુ સહિત ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment