માં મોગલના તો પરચા અપરંપાર છે. કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. અત્યાર સુધીમાં માતાજી મોગલે લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. જો સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખો તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
માં મોગલને કોઈ પણ પ્રકારના દાનભેટની જરૂર નથી. માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂખી છે. ત્યારે કબરાઉમાં બેઠેલી માં મોગલના વધુ એક પરચા વિશે આજે આપણે વાત કરવાના છીએ. વાત કરીએ તો એક મહિલા 5 હજાર રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામ પહોંચી હતી.
અહીં મહિલાએ માં મોગલના આશીર્વાદ લીધા હતા અને અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મહિલાએ જણાવ્યું કે તેમના પરિવારને છેલ્લા ઘણા સમયથી કેનેડા જવું હતું, પરંતુ કેનેડા જવાના વિઝા આવતા ન હતા. ત્યારે વિઝા આવી જાય તે માટે મેં માં મોગલની માનતા માની હતી.
મહિલાએ જણાવ્યું કે મેં એક વાગે સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને માતાજીની માનતા માની અને ચાર વાગે પરિવારના બધા સભ્યોના એક સાથે વિઝા આવી ગયા હતા. આ ચમત્કાર જોઈને આખું પરિવાર ચોકી ઉઠ્યું હતું. પછી પરિવારના સભ્યો પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ પહોંચી આવ્યા હતા.
વિઝા આવી જાય તો મહિલાએ 5000 રૂપિયા માતાજીના ચરણમાં અર્પણ કરવાની માનતા કરી હતી. પછી મણીધર બાપુ મહિલાને કહે છે કે 151 વખત માં મોગલે તારી માનતા સ્વીકારી છે. આ રૂપિયા તારી દીકરીને આપી દેજે માં મોગલ તારું ભલું કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment