ઘરની બહાર નીકળતા પહેલા મહિલાઓ ચેતી જજો..! એકટીવા લઈને ઘરે જઈ રહેલી મહિલા સાથે કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને હચમચી જશો…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી મહિલાઓ સાથે બનેલી ચોરીની અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક મહિલા સાથે બનેલી ચેઇન સ્ક્રેચિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કેવી રીતે રસ્તાની વચ્ચોવચ મહિલાને ઉભી રાખીને તેના ગળામાંથી ચેઈન ખેંચીને ભાગી જાય છે. આ ઘટના બની ત્યારે મહિલા લૂંટેરાઓ અને પકડવાના ઘણા પ્રયાસ કરે છે. પરંતુ લુટેરાઓ મહિલાના હાથમાં આવતા નથી અને ઘટના સ્થળેથી ભાગી જાય છે.

આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો દરેક મહિલાઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. આ સમગ્ર ઘટના કાનપુર માંથી સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે મહિલાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ બની હતી.

મળતી માહિતી અનુસાર પ્રેમ લગતા નામની મહિલા એરફોર્સ સ્ટેશનના MESમાં સિનિયર એડીટર તરીકે કામ કરે છે. આજરોજ બપોરે તેઓ પોતાની ડ્યુટી પરથી સ્કૂટી લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. ઘરથી 20 મીટર દૂર એક બાઈક સવાર યુવકે તેમની સ્કૂટીને ઓવરટેક કરીને રોકી હતી. ત્યારબાદ તે બાઈકને વળાંક વાળવાનો પ્રયાસ કરે છે.

ત્યારે બાઈકમાં પાછળ બેઠેલો યુવક અચાનક નીચે ઉતરે છે અને ત્યારબાદ સ્કૂટી પર સવાર પ્રેમલત્તા બેનના ગળામાંથી સોનાનો ચેઈન લૂંટીને ફરાર થઈ જાય છે. ત્યારબાદ પ્રેમલતાબેન દોડીને લુટેરાઓને પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યારબાદ આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. મહિલાએ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધને આરોપીઓની શોધખો શરૂ કરી દીધી છે.

આ ઘટનામાં મહિલાના ગળાના ભાગે સામાન્ય ઇજા પહોંચી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*