હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બાળકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. બાળક સાથે કંઈક એવું બન્યું કે તેના માતા પિતાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર બાળક તેના પડોશી મિત્રો સાથે ફ્રી ફાયર ગેમ રમતો રમતો અચાનક જ ઘરેથી ગુમ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને બાળકની માતા નો આરોપ છે કે, તેમના દીકરાએ 25000 રૂપિયા ગુમાવ્યા હતા.
તેથી તેના મિત્રો પૈસા માટે તેમના દીકરાને દબાણ કરી રહ્યા હતા. તેમનો દીકરો ઘરમાંથી પણ પૈસા ચોરીને લઈ ગયો હતો. ત્યારબાદ તે અચાનક જ ઘરેથી ગુમ થઈ ગયું હતું. માતાએ દીકરાના મિત્ર પર જીવ લેવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના કટીહારમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગુમ થયેલા બાળકનું નામ અનુજ હતુ અને તેની ઉંમર 13 વર્ષની હતી.
સંબંધીઓનો આરોપ છે કે, અનુજે ફ્રી ફાયર ગેમમાં પૈસા ગુમાવ્યા હતા. આ પૈસા ચૂકવવા માટે તે ઘરમાંથી પૈસાની ચોરી કરતો હતો. આ વાતને લઈને ઘણા બધા વિવાદો પણ થયા હતા. 26 નવેમ્બરના રોજ અનુજ અચાનક જ ઘરેથી ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ અનુજની શોધખોળ શરૂ કરી હતી. બુધવારના રોજ બાળકના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
બાળકના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપતા તેમના પડોશી 20 વર્ષના સર્વ કુમાર અને 25 વર્ષના પ્રેમકુમાર ઉપર અનુજ ને ગાયબ કરવાનો અને જીવ લેવાનો આરોપ મૂક્યો છે. સમગ્ર ઘટનાને લઈને અનુજ ની માતાએ જણાવ્યું કે, અનુજ તેના પડોશમાં રહેતા મિત્ર પ્રેમ અને સર્વન સાથે રમતો હતો. બંને મિત્રોએ અનુજને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવાની પ્રેરણા આપી હતી.
ધીમે ધીમે અનુજને ગેમ રમવાની લત લાગી ગઈ હતી. એક દિવસ માતાની જાણ થઈ કે ઘરમાં મહત્વપૂર્ણ કામ માટે રાખેલા 25000 રૂપિયા રોકડા ગાયબ થઈ ગયા છે. આ વાતને લઈને માતાએ અનુજની કડક પૂછપરછ કરી ત્યારે અનુજે ડરતા ડરતા કહ્યું કે, પડોશમાં રહેતા સર્વન અને પ્રેમે ફ્રી ફાયર ગેમ રમતી વખતે 25000 રૂપિયા માગ્યા હતા, જે મેં ઘરમાંથી લઈને તેમને આપ્યા છે.
બંને મિત્રો અનુજને ધમકાવતા હતા કે આ વાતની જાણ તારા ઘરના લોકોને ન થવી જોઈએ. 26 નવેમ્બરના રોજ અનુજ ની માતાએ પડોશીના ઘરે જઈને પૈસા માંગ્યા હતા ત્યારે પડોશીઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેને લઈને બંને પક્ષ વચ્ચે ભારે બોલા ચાલી પણ થઈ હતી. આટલું જ નથી પરંતુ પડોશીઓએ જીવ લેવાની પણ ધમકી આપી હતી.
પડોશી સાથે ઝઘડો થયા બાદ અચાનક જ અનુજ ઘરેથી ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકો એને ગામના લોકોએ મળીને અનુજની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નહીં. મળતી માહિતી અનુસાર હજુ સુધી બાળકનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી અને માતાનું કેવું છે કે પડોશમાં રહેતા મિત્રોએ અનુજનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો