મહિલાઓ ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો..! રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે…જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

હાલમાં બનેલી એક જ ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના દરેક મહિલાઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. ત્યારે હાલમાં એક મહિલા સાથે ચેઈન સ્ક્રેચિંગની ઘટના બની છે. આ ઘટનામાં રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલાના ગળામાંથી એક બાઈક ચાલક સોનાની ચેન તોડી લીધી હતી.

ત્યારબાદ બાઈક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદી થઈ ગઈ હતી. આ ઘટના જયપુરના માનસરોવરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં બે યુવકો સામેલ હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના 17 ડિસેમ્બરના રોજ બની હતી. આ ઘટનામાં મૈના સોની નામની મહિલા પોતાની દીકરી ગુંજન સાથે ઘરનો સામાન લેવા માટે બહાર ગઈ હતી. આ દરમિયાન ગુંજન મોબાઇલ દુકાન ઉપર જ ભૂલી ગઈ હતી. તેથી તે દુકાન પર મોબાઈલ લેવા માટે પાછી જાય છે.

આ દરમિયાન ત્યાંથી એક બાઈક સવાર યુવક પસાર થાય છે અને તે આગળથી બાઈક વાળીને પરત આવે છે અને રસ્તા પર શાંતિથી ચાલીને જતી મૈના સોનીના ગળા માંથી ચેઈન તોડીને ભાગી જાય છે. આ દરમિયાન બાઇક ચાલક બદમાશને પકડવા માટે મહિલા તેની પાછળ દોડે છે.

ત્યારે પાછળ ચાલીને આવતી મહિલાની દીકરી પણ બાઈક ચાલકને પકડવાનો ઘણો પ્રયાસ કરે છે. પરંતુ બાઈક ચાલક કોઈના હાથમાં આવતો નથી અને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભરબજારમાં બનેલી આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે યુવકોનો સમાવેશ હતો જેમાં એક યુવક બાઈક પર હતો અને બીજો યુવક રોડ ની બીજી બાજુ ઉભો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*