સ્કુટી લઈને જતી મહિલાને ટ્રેક્ટર ચાલકે એવી જોરદાર ટક્કર લગાવી કે… મહિલાનું રિબાઈ રિબાઈને મોત…

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રેક્ટર ચાલકની ટક્કરના કારણે સ્કૂટી પર સવાર મહિલાનું મોત થયું છે. પૂરપાડ ઝડપે જતા ટ્રેક્ટર ચાલાકે મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે સ્કુટી સવાર મહિલા જમીન પર ઢળી પડી હતી અને ઘટના સ્થળે જ બેભાન થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. પછી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને જમીન પર બેભાન હાલતમાં પડેલી મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં સારવાર દરમિયાન મહિલાએ પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસે ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

આ અકસ્માતની ઘટના હરિયાણાના પાણીપતમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ ગુંજન રાની હતું અને તે એક બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી. કોઈ કામથી ગુંજન રાની પોતાની સ્કુટી લઈને બહાર જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક ટ્રેક્ટર ચાલકે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટનામાં સ્કુટી સવાર ગુંજન રાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. મહિલાના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*