મહિલાએ ત્રણ વર્ષના દીપડાને રાખડી બાંધી, દીપડો મહિલાને જોઈને ચૂપચાપ બેસી રહ્યો – વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે…

ભારત વિવિધતાઓનો દેશ છે. અહીં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો અનોખો પ્રેમ જોવા મળે છે. જેથી આપણા દેશમાં સૂર્ય, પર્વત, પ્રાણીઓ, પશુઓ, વૃક્ષોની પૂજાઓ કરવામાં આવે છે. તમે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેના ઘણા ગાઢ સંબંધના કિસ્સાઓ સાંભળ્યા હશે. ત્યારે હાલમાં આપણે એક એવો કિસ્સો સાંભળવાના છીએ જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

રક્ષાબંધનના દિવસે એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો હતો. જેમાં એક મહિલા દીપડાને રાખડી બાંધી નજરે પડી રહી છે. આ વીડિયોમાં દીપડા અને મહિલા વચ્ચે ભાઈ-બહેનનો પ્રેમ જોવા મળ્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો રાજસ્થાનનો છે. મળતી માહિતી અનુસાર એક ઇજાગ્રસ્ત થયેલા દીપડાનું દર્દ આ મહિલા જોઈ નથી શકતી. તેથી મહિલા પ્રેમ અને સહાનુભૂતિ બતાવીને દીપડાને રાખડી બાંધે છે. ત્યાં હાજર લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા હાલમાં વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર પાંદડી ગામ જવાના રસ્તે આશરે ત્રણ વર્ષનો દીપડો ઇજાગ્રસ્ત થયો છે તેવી માહિતી વન વિભાગને મળી હતી. દીપડાની પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘણા લોકો ઇજાગ્રસ્ત દીપડા પાસે સેલ્ફી રહી રહ્યા હતા અને ઘણા લોકો તેને હેરાન કરી રહ્યા હતા.

આ દરમિયાન સ્થાનિક એક મહિલા ટોળા અને ઇજાગ્રસ્ત દીપડાને જુએ છે. તેથી તે કાર ઉભી રાખે છે. મહિલા પોતાના પિયરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે જઈ રહી હતી. મહિલા ત્યાં હાજર લોકોને દીપડાથી દૂર જવાનું કહે છે અને ત્યારબાદ મહિલા તેની બાજુમાં બેસી જાય છે.

દીપડાને જોઈને મહિલા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને દીપડો જલ્દીથી સાજો થઈ જાય તેવી ઈચ્છા સાથે મહિલા દિપડા ના પંજા પર રાખડી બાંધે છે. આ દરમિયાન દીપડો મહિલાને કંઈ પણ કરતો નથી દીપડો ચૂપચાપ બેસી રહે છે. ત્યારબાદ આ ઘટનાની જાણ ગામના લોકોએ પોલીસને કરી હતી અને પોલીસે આ ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરી હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ વન વિભાગના બે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા દીપડાને જીપમાં બેસાડીને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા દીપડાનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*