તિરંગા રેલીમાં ગુજરાતના પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટેમાં લીધા, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો

Published on: 3:53 pm, Sat, 13 August 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે હાલમાં બનેલી તેવી એક ઘટના સામે આવી છે. આજે કડીમાં ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા ની રેલી નીકળી હતી. આ રેલીમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

ત્યારે આ રેલીમાં કંઈક એવું બને છે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. રેલીમાં અચાનક એક ગાય રોડ પર દોડીને આવી હતી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટેમાં લીધા હતા. આ સમગ્ર ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરીનો મહોલ જોવા મળ્યો હતો.

આ ઘટનામાં નીતિન પટેલના ઢીંચણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ નીતિન પટેલની સારવાર માટે તાત્કાલિક કડીની ભાગ્યોદયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કરણપુર શાકમાર્કેટમાં બની હતી. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત કડી શહેરમાં આવેલ કમર સર્કલેથી ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. હા તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તથા અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન એક ગાય અચાનક દોડીને તિરંગા યાત્રાની રેલીમાં ઘૂસી ગઈ હતી.

ગાયને જોઈને ઘટના સ્થળે ભારે અફરાતફરીનો મહોલ માહોલ જોવા મળ્યો હતો. ગાયે તિરંગા યાત્રામાં હાજર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શાળાના કેટલાક વિદ્યાર્થીઓને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં નીતિન પટેલ ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે પ્રાઇવેટ વાહનમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટનામાં નીતિન પટેલના ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. સ્થાનિક તબીબીઓએ નીતિન પટેલને આરામ કરવાની સલાહ આપીને તેમને રજા આપી હતી. ત્યારબાદ નીતિન પટેલ નિવાસ્થાને નીકળી ગયા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તિરંગા રેલીમાં ગુજરાતના પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટેમાં લીધા, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*