રાજકોટમાં સીનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા બેભાન હાલતમાં બાથરૂમમાંથી મળી, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

રાજકોટ શહેરના માધાપુર ચોક પાસે આવેલી સીનર્જી હોસ્પિટલમાં મસ્ત તરીકે ફરજ બજાવતી એક મહિલાનું રહસ્યમય મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મહિલાનું નામ અલ્પા ભુપતભાઈ જનકાત (ઉંમર 26 વર્ષ) હતું. મૃત્યુ પામેલા રાજકોટ માધાપર ચોકડી પાસે વરુણ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી હતી.

અલ્પા તેના ફ્લેટના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેની સારવાર માટે ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત પોલીસે મૃત્યુ પામેલી અલ્પાના રૂમની તપાસ કરી હતી ત્યારે રૂમમાંથી એક ખાલી ઇન્જેક્શન મળી આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અલ્પાના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ શંકાસ્પદ મૃત્યુ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલ દ્વારા નર્સને લેવા માટે ભાડે રખાયેલા ફ્લેટમાં અલ્પા બીજા બે રૂમ પાર્ટનર સાથે રહેતી હતી.

મળતી માહિતી અનુસાર અલ્પા ગઈકાલે પોતાની ફરજ બજાવીને ઘરે પાછી આવી હતી અને નાહવા માટે ગઈ હતી. અલ્પા લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવે તે માટે રૂમ પાર્ટનર દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કાંઈ પ્રતિક્રિયા મળી નહીં.

ત્યારબાદ રૂમ પાર્ટનરે લેડી વોર્ડને બોલાવી બાથરૂમનો દરવાજો તોડ્યો હતો. દરવાજો તોડ્યો ત્યારે અલ્પા બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*