આજકાલ જીવ ટૂંકાવાની ઘટના સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે સતત આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના ભોપાલમાં બની હતી.
મધ્યપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજરે એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતક મહિલાના પિતાના જણાવ્યા અનુસાર, તેમની દીકરી ખૂબ જ તણાવમાં હતી અને તેને ખૂબ જ કામ હતું.
પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકો દીકરીને મૃતદેહને ગ્વાલિયર લઈ ગયા હતા. દીકરીના પિતા નું કહેવું છે કે, દીકરીના ઓફિસરે તેના પર કામનો બોજ વધારે આપ્યો હતો. તે કામ કરવા દિકરી અસમર્થ હતી. અધિકારીએ દીકરીને નોકરીમાંથી કાઢી નાખવાની પણ ધમકી આપી હતી.
જેના કારણે દીકરી ઘણા સમયથી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ રાની શર્મા હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. શહાપુરના પ્રધાન અર્બન લાઇફ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. સોમવારના રોજ સવારે રાનીએ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટના બની ત્યારે રાનીની માતા ઘરે હતી. સમગ્ર ઘટના બન્યા બાદ રાનીને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં તેનું મૃત્યુ થયું હતું. મંગળવારના રોજ દીકરીના અંતિમ સંસ્કાર કર્યા બાદ રાનીના પિતાએ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
તેણે કહ્યું કે, દીકરીએ તેના અધિકારીને ફોન પર કહ્યું હતું કે, સર તેના પર વધુ પડતો કામ મૂકી દેવામાં આવ્યું છે. ત્યારે અધિકારીએ કહ્યું હતું કે કામ નહીં કરતો નોકરીમાંથી કાઢી મુકીશ. જેના કારણે દીકરી ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ડિપ્રેશનમાં આવીને તેને આ પગલું ભર્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment