ભાજપ દ્વારા ગરબા પર GST લાદવો એ ગુજરાતની પરંપરા નું અપમાન છે: ગોપાલ ઈટાલિયા

Published on: 6:03 pm, Tue, 2 August 22

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ ભાજપ સરકારની અતિ નિમ્ન કક્ષાની કામગીરી માટે તેમની ઝાટકાણી કાઢતા જણાવ્યું કે, માં જગદંબાની પર્વ નવરાત્રી એટલે કે ગરબા, એ ગુજરાતની જનતાના દિલમાં છે. ગરબા ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે અને કરોડો લોકોની આસ્થાઓ સાથે ગરબા જોડાયેલા છે. ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું કે, નિમ્નકક્ષાની માનસિકતા ધરાવનાર ભાજપની સરકારે ગરબા રમવા ઉપર પણ 18% જેટલો જીએસટી ટેક્સ નાખ્યો છે.

ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, સૌપ્રથમ તો હું માં જગદંબા વિશ્વ શક્તિને પ્રાર્થના કરું છું કે, ભાજપના સત્તાધીશો અને થોડીક સદબુદ્ધિ આપે અને ગરબા રમવા ઉપર 18 ટકા જેટલો જીએસટી નાખ્યો છે તે પાછો ખેંચી લે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે ગરબા એ ગુજરાતની પરંપરા છે અને લોકોની આસ્થા છે. તેથી આસ્થા ઉપર ક્યારેય પણ ટેક્સ ન હોઈ શકે.

ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, આસ્થા એ મનની ભાવના છે, ત્યારે ગરબા રમવા ઉપર ભાજપની સરકારે 18% જેટલો જીએસટી નાખ્યો છે. ટેક્સ વસુલી લેવાની ભાજપની નિમ્ન કક્ષાની માનસિકતા ને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં નિંદા કરે છે. ગોપાલ ઇટાલીયા કહ્યું કે, આમ આદમી પાર્ટી વતી મેં આપણા રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. મેં પત્રમાં એવી માંગણી કરી છે કે, આસ્થાનું અપમાન કરતા આ 18% જીએસટી હટાવો.

ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, ઈશ્વરને ભજવા ઉપર ક્યારેય પણ ટેક્સ ન હોવો જોઈએ. આ ભૂતકાળમાં પણ ક્યારેય હોતો નહી. ઈશ્વર ભાજપની સરકારને સદબુદ્ધિ આપે. ગરબા ઉપર લાગેલો 18% જીએસટી પાછો ખેંચવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાજપ દ્વારા ગરબા પર GST લાદવો એ ગુજરાતની પરંપરા નું અપમાન છે: ગોપાલ ઈટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*